Mrs. આબે કરી વિન્ડો શોપિંગ, ખુશ થયા આ જોઇને!
જાપાનની પ્રથમ મહિલા અકી અેબે માણ્યું ગુજરાતી ભોજન સાથે જ કરી વિન્ડો શોપિંંગ. ત્યારે જાણો આ અંગે વધુ અહીં.
જાપાનના પીએમ શિન્ઝો આબે હાલ ગુજરાતના અમદાવાદની બે દિવસની મુલાકાતે છે. તેમની સાથે આવેલા તેમના પત્ની અકી એબે પણ ગુજરાતી સંસ્કૃતિમાં ભારે રસ દાખવ્યો હતો. નોંધનીય છે કે રોડ શોમાં અકી એબે બાંધણીવાળા સિલ્કના સલવાર કુર્તામાં જોવા મળ્યા હતા. અને તેમની ખાસ ફરમાઇશ પર ગુરુવારે શુદ્ધ શાકાહારી ભોજન પણ બનાવવામાં આવ્યું હતું. તેમણે અમદાવાદની હોટલ અગાશિયેમાં ગુજરાતી શુદ્ધ શાકાહારી ભોજન પણ ખૂબ જ પ્રેમથી માણ્યું હતું.

જે બાદ તેમણે હોટલની નીચે ગોઠવવામાં આવેલા ટેક્સટાઇલ પ્રદર્શનમાં પણ તમામ ગુજરાતી વસ્તુઓની પણ ચીવટપૂર્ણ જાણકારી મેળવી હતી. ગુજરાતી પેચવર્ક અને સાડી જોઇને તે મંત્રમુગ્ધ થઇ ગયા હતા. અને જાપાની રમત જેવી ગુજરાતી રમત ચોપાટ વિષે પણ તેમને જાણકારી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે આજે અકી એબે અમદાવાદના અંધજન મંડળની મુલાકાત લેશે.

અને સાથે જ એએમએમાં મેનેજમેન્ટમાં વિદ્યાર્થીઓ સાથે પણ વાર્તાલાપ કરશે. નોંધનીય છે કે જાપાનના વડાપ્રધાન શિન્ઝો પણ આજે બુલેટ ટ્રેનના ખાતમૂહૂર્ત વખતે જે ભાષણ આપ્યું હતું તેમાં કહ્યું હતું કે તેમને ગુજરાતનો આ પ્રવાસ ખૂબ ગમ્યો છે ત્યાં જ અકી એબે પણ ગુજરાતની સંસ્કૃતિ અને મહેમાનગતિ માણી હોય તેમ લાગે છે.












Click it and Unblock the Notifications
