હાર્દિક પટેલના ભાજપમાં જોડાવા મામલે જીતુ વાઘણીનું મૌન, બેઠકમાં પ્રચંડ બહુમતીથી ચૂંટણી જિતવાનો સંકલ્પ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીની ચિંતન બેઠક યોજાઇ હતી. જેમાં 2022માં પ્રચંડ બહુમતી સાથે વિજય મેળવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. બેઠકમાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકો જીતવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીની ચિંતન બેઠક યોજાઇ હતી. જેમાં 2022માં પ્રચંડ બહુમતી સાથે વિજય મેળવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. બેઠકમાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકો જીતવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. ભાજપની વિધાનસભા 2022 ની ચૂંટણીમાં સામુહિક નેતૃત્વમાં લડશે. આમ ભાજપે પોતાની 2022 ની ચૂંટણી કોઈના પણ ચહેરા વગર લાડીને પરંપરા તોડશે.

આ અંગે જીતુ વાઘણીએ જણાવ્યું હતું કે, 2022ની ચૂંટણી કેન્દ્રીય મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સંયુક્ત નેતૃત્વમાં લાદવામાં આવશે. જીતુ વાઘણીને હાર્દિક પટેલ અંગે પૂછવામાં આવતા જીતુ વાઘણીએ આ મામલે બોલવાનું ટાળ્યું હતું. અને આગામી ચૂંટણી કાર્યકર્તાના જોરે જીતવાની હૈયા ધારણ આપી હતી.
ચિંતન બેઠક વિશે પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, બે દીવસની ચિંતન બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમો ઘડવાને લાઈને ચર્ચા કરવામાં આવી હતી અને જે કાર્યક્રમો યોજ્યા છે તેની સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં જે વિધાનસભાની ચૂંટણીમાં કચાસ રહી જતી હશે તેને દૂર કરી ભાજપના વિવિધ મોરચાના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે.
આ સિવાય આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ આદ્યક્ષ ના કાર્યક્રમો નક્કી કરવામાં આવશે. ગુજરાતમાં 2022ની ચૂંટણીની જીત બાદ 2024ની ચૂંટણી વાયા ગુજરાત જીતવામાં આવશે તે નાગે પણ ચર્ચા કરવામાં આવ્યું હોવાનું શિક્ષણ મંત્રી જીતુ વાઘણીએ જણાવ્યું હતું.












Click it and Unblock the Notifications
