Photos: જેતપુરથી પકડાઇ કરોડો રૂપિયાની જૂની નોટો

By Chaitali Shukla
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    જેતપુરના વીરપુર જલારામ પાસે આવેલા નેશનલ હાઇવે પરથી વીરપુર પોલીસે બંધ થયેલ બિન કાયદેસરની 2 કરોડ 50 લાખની નોટો એક ટ્રકમાંથી પકડી પડેલ છે. નોંધનીય છે કે સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની જૂની નોટોને રદ્દ કરવામાં આવી છે. જે બાદ ગુજરાતભરના વેપારીઓની મુશ્કેલીઓ રાતો રાત વધી ગઇ છે.

    money

    ત્યારે તમામ વેપારીઓ તેમની આ બેનામી સંપત્તિને ઠેકાણે લગાવવા માટે જાતજાતના અખતરા અપનાવી રહ્યા છે. ત્યારે જેતપુરથી એક ટ્રકમાં સબ મર્સીબલના ખાલી ખોખા નીચેથી 2 થેતાલામાં સંતાડેલી 2 કરોડ 50 લાખ રૂપિયાથી પણ વધુની નોટો જોઇને પોલિસકર્મીઓ પણ અચરજ પામી ગયા હતા.

    Police jatpur notes

    વધુમાં પોલીસે આ કેસમાં ટ્રક ડ્રાઇવર અને ક્લીનરને પણ પકડી પાડ્યા છે. જેમના જણાવ્યા મુજબ આ રકમ આ રકમ રાજકોટ થી મેંદરડા લઇ જવાતી હતી. ત્યારે વીરપુર પોલીસે આ લોકોને રૂપિયા સાથે પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે.

    Police jatpur notes

    નોંધનીય છે કે જ્યારથી ગુજરાતમાં 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવામાં આવી છે. અનેક વેપારીઓના માથે મોટી મુસીબત આવી પડી છે. વેપારીઓ પોતાની આ બેનામી સંપત્તિનો નિકાલ લાવવા માટે જાત જાતના ગતકડા કરી રહ્યા છે. તો બીજી તરફ સરકાર પણ આઇ ટી રેડ અને અન્ય દબાણો સર્જીને તેમની મુશ્કેલી વધારી છે.

    Police jatpur notes

    English summary
    Jetpur Police seized more than 2.53 Crore Old Currency, After Government Declare currency changes

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more