For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહઃ સામાન્ય પોલિંગ એજન્ટથી મોદી સરકારમાં નંબર ટૂ સુધીની રાજકીય સફર

અમિત શાહઃ સામાન્ય પોલિંગ એજન્ટથી મોદી સરકારમાં નંબર ટૂ સુધીની રાજકીય સફર

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ભાજપના ચાણક્ય તરીકે ખ્યાતી મેળવનાર અમિત શાહે પોતાના રાજનૈતિક કરિયરની શરૂઆત એક સામાન્ય પોલિંગ એજન્ટ તરીકે કરી હતી. રાજકારણમાં પાવરધા ધરાવતા અમિત શાહ પોલિટિક્સમાં પ્રવેશતા પહેલા શેરબજારના બ્રોકર હતા. રાજકારણમાં પ્રવેશ કર્યાના થોડા વર્ષો બાદ અમિત શાહે મતોનું એવું ગણિત ગણ્યું કે ભાજપ સતત બીજી વખત ઐતિહાસિક જીત મેળવી લીધી. નારણપુર વોર્ડથી એક સામાન્ય પોલિંગ એઝન્ટથી પોતાની રાજકીય કારકીર્દિ શરૂ કરનાર અમિત શાહ આજે મોદી કેબિનેટમાં બીજા સ્થાને પહોંચી ગયા છે. પીએમ મોદી બાદ બીજા નંબર પર અમિત શાહે કેન્દ્રીય મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.

રાજકીય સફરની શરૂઆત

રાજકીય સફરની શરૂઆત

અમિત શાહના રાજકીય સફર વિશે વાત કરવામાં આવે તો 1980 દરમિયાન અમિત શાહ આરએસએસમાં જોડાયા અને ચાર વર્ષથી સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને વિદ્યાર્થી સંઘ માટે કામ કર્યું. 1982 દરમિયાન તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ગુજરાતના સંયુક્ત સચિવ બન્યા. 1987 દરમિયાન તેમને ભારતીય જનતા યુવા મોરચાના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1995 દરમિયાન તેઓ ગુજરાત રાજ્ય નાણા નગર નિગમના અધ્યક્ષ બન્યા.

પહેલી વખત ચૂંટણી લડ્યા

પહેલી વખત ચૂંટણી લડ્યા

1997 દરમિયાન તેમણે સરખેજ વિધાનસભા બેઠક પરથી સફળતાપૂર્વક ઉપચૂંટણી લડી અને ધારાસભ્ય બન્યા. તેમણે આશરે 25,000 મતોના માર્જિનથી બેઠક જીતી મેળવી. વર્ષ 2000 દરમિયાન અમિત શાહ અમદાવાદ જીલ્લા સહકારી બેંકના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2002 અમિત શાહ ફરીથી સરખેજ વિધાનસભાથી ચૂંટણી લડ્યા અને જીત્યાં. તેમણે 1,58,036 મતના માર્જિન સાથે કોંગ્રેસના ઉમેદવાર હિમાંશુ વિઠ્ઠલભાઈ પટેલને પરાજય આપ્યો હતો. અમિત શાહને ગૃહ, ટ્રાન્સપોર્ટ અને નિષેધના મુખ્ય મંત્રાલયો આપવામાં આવ્યા. વર્ષ 2104 દરમિયાન અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. 2014ની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીતનો શ્રેય અમિત શાહને આપવામાં આવે છે. તમણે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાતમાં શાનદાર જીત માટે પ્રેરિત કર્યા હતા.

સ્પોર્ટ્સમાં ખાસ રૂચી

સ્પોર્ટ્સમાં ખાસ રૂચી

અમિત શાહને સ્પોર્ટ્સમાં ખાસ રૂચી રહી છે. તેઓ 2006માં ગુજરાત ચેસ સંઘના અધ્યક્ષ, 2009માં કેન્દ્રિય ક્રિકેટ સંઘના અધ્યક્ષ અને 2014માં ગુજરાત રાજ્ય ક્રિકેટ સંઘના અધ્યક્ષ રહ્યા. તેમણે 2009માં ગુજરાત રાજ્ય ક્રિકેટ સંઘના ઉપાધ્યક્ષ તરીકે પણ કામ કર્યુ છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે સરકારી શાળાઓમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે ચેસની શરૂઆત કરી.

ભાજપને ઐતિહાસિક જીત અપાવી

ભાજપને ઐતિહાસિક જીત અપાવી

લોકસભા ચૂંટણી 2019 દરમિયાન એનડીએ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી રહી છે, જેમાં ભાજપા એકલા સાથે સરકાર બનાવવાનો દમ રાખે છે. તેનો શ્રેય મોદી અને શાહની જોડીને જાય છે. રાજકીય રણનીતિમાં અમિત શાહ મોટા મોટા પંડિતોના ગણિત પલટાવી શકે છે. આ વખતે અમિત શાહે ગુજરાતના ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડી હતી, જેમાં તેઓ ભારે મતોથી જીત્યા છે.

કેબિનેટ મંત્રી નિર્મલા સીતારમણઃ સેલ્સ ગર્લથી કેન્દ્રીય મંત્રી સુધીની સફરકેબિનેટ મંત્રી નિર્મલા સીતારમણઃ સેલ્સ ગર્લથી કેન્દ્રીય મંત્રી સુધીની સફર

English summary
Journey of Amit Shah: from share market broker to cabinet minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X