For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાહોદમાં લૉકડાઉનમાં ઝડપાયુ જુગારધામ, 7 ઈસમોની ધરપકડ

જો વાત જુગારીયાઓની કરીએ તો તેમને આમાંથી કોઈ પણ વસ્તુ લાગુ પડતી નથી. તેમને કોરોના વાયરસનો પણ કોઈ ડર નથી.

|
Google Oneindia Gujarati News

સમગ્ર ભારતમાં અત્યારે કોરોના વાયરસના કારણે લૉકડાઉન ચાલી રહ્યુ છે ત્યારે દેશના તમામ રાજ્યોમાં કલમ 144 લાગુ છે જેમાં 4થી વધુ લોકોએ ભેગા ન થવુ તેમજ સોશિયલ ડિસ્ટિંસીંગનુ પાલન કરવાનુ હોય છે. પરંતુ જો વાત જુગારીયાઓની કરીએ તો તેમને આમાંથી કોઈ પણ વસ્તુ લાગુ પડતી નથી. તેમને કોરોના વાયરસનો પણ કોઈ ડર નથી. ગુજરાતના દાહોદમાં આવેલા ગલાલિયાવાડની જીવનદીપ સોસાયટીમાં રહેતો સુનીલ ભાટ બહારથી માણસો બોલાવી પોતાના ઘરની સામેની ખુલ્લી જગ્યામાં જુગાર રમાડી રહ્યો છે.

dahod

Recommended Video

દાહોદમાં લોકડાઉનમાં ઝડપાયુ જુગારધામ, 7 ઈસમોની ધરપકડ

દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ભાવિક શાહને આ જુગાર અંગેની બાતમી મળી હતી. આ બાતમીના આધારે દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ તેમજ તેમની ટીમે છાપો માર્યો હતો. જે દરમિયાન સ્થળ પર 7 જેટલા આરોપીઓ જુગાર રમતા ઝડપાયા હતા. પોલિસે તમામને કસ્ટડીમાં લઈ લીધા હતા. જેમાં મહેમૂદ ખાન ઉર્ફે ભોદુ પઠાણ, સુનિલ રામુ ભાટ, શનિ સાહસી, રસિદ ખાન મલિક, વિક્રમસિંહ બાબરિયા, સંજય હાન્ડાનો સમાવેશ થાય છે. વળી, એક આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ સાથે કુલ 8 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી દાહોદ ગ્રામ્ય પોલિસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મુંબઈઃ મઝગાંવમાં ઈમારતમાં લાગી ભીષણ આગ, ઘણા લોકો ફસાયામુંબઈઃ મઝગાંવમાં ઈમારતમાં લાગી ભીષણ આગ, ઘણા લોકો ફસાયા

English summary
Jugardham caught in lockdown in Dahod, 7 people arrested
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X