Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતભરના મુખ્ય સમાચાર પર એક નજર...

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો.

ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ચાલકે કાર પરનો કાબૂ ગુમાવતા થયો અકસ્માત

ચાલકે કાર પરનો કાબૂ ગુમાવતા થયો અકસ્માત

સુરેન્દ્દ્રનગરના ચૂડા તાલુકાના મોરવાડ ગામના પાટિયા પાસે કારના ચાલકે ગાડી પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઇ ગઇ હતી. જેમાં કાર રોંગ સાઇડમાં ચડી જતાં અન્ય એક પસાર થતી કાર સાથે અકસ્માત થયો હતો. આ બનાવમાં અમદાવાદ તેમજ જૂનાગઢના 6 લોકોને ઇજાઓ થતાં સારવાર માટે સાયલા તેમજ સુરેન્દ્રનગર લઇ જવાયા હતાં. લીંબડી નેશનલ હાઇવે પર રાજકોટથી અમદાવાદ જતી એક કાર સાથે આ અકસ્માત થયો હતો.

નેત્રંગમાં 25, 200 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો

નેત્રંગમાં 25, 200 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો

નેત્રંગ પોલીસને મળેલી બાતમીને આધારે ગાલીબા ગામે બુટલેગરને ત્યાં રાત્રીના પોણા દસ વાગ્યે રેડ પાડેલ હતી જેમાં તેના ઘરની પાછળના ભાગે ઘાસની નીચે ગેરકાયદેસર વિદેશી દારૂ સંતાડેલો મળી આવ્યો હતો. જેની ગણતરી કરતાં તેમાં 180 એમએલ ની 504 બોટલ મળી કુલ 25,200 રૂપિયાનો વિદેશી દારૂ વેચાણ કરવાના ઇરાદે રાખ્યો હતો. આથી પોલીસે રામસિંગ વસાવા વિરુદ્ધ પ્રોહિબેશનનો ગુન્હો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દક્ષિણ ગુજરાતમાં અંબિકા નદી વહી બે કાંઠે, એક બાઇક સવાર તણાયો

દક્ષિણ ગુજરાતમાં અંબિકા નદી વહી બે કાંઠે, એક બાઇક સવાર તણાયો

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદન પગલે મહત્વની અંબિકા નદી છલકાઈ ઉઠી હતી. અને તેના પાણી કોઝ વે ઉપર પણ ફરી વળ્યા હતા. તે દરમિયાન સાપુતારા-વઘઈ માર્ગ સ્થિત આવેલા નાનાપાડા-કુમારબંધને જોડતો કોઝવે પરથી શિવારીમાળ ગામના ગંગાભાઈ ઘાટી બાઈક પસાર કરી રહ્યો હતો, ત્યારે અંબિકાના ધસમસતા પૂરમાં તે બાઈક સાથે તણાઈ ગયા હતા. નોંધનીય છે શનિવારથી જ ડાંગમાં સર્વત્ર મેઘમહેર જારી રહેતા લોકમાતા ગણાતી નદીઓ અંબિકા, ખાપરી, પૂર્ણા બંને કાંઠે વહેતી થઈ હતી

એટીએસે નવસારીમાંથી ઝડપ્યું 90 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

એટીએસે નવસારીમાંથી ઝડપ્યું 90 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

નવસારીથી એટીએસે 90 કરોડ રૂપિયાના ડ્રગ્સ ઝડપી પાડ્યો છે. ચિખલી તાલુકાના બલવાડા ગામેમાં મુંબઇથી લાવવામાં આવેલા ડ્રગના રેકેટનો પર્દાફાસ થયો છે. 874.20 ગ્રામ ડ્રગ સાથે 3 શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી હતી. માહિતીના આધારે પીઆઇ એમ.કે ગુર્જર ચીખલી, નવસારી એટીએસના અધિકારીઓએ મળેલી બાતમીના ધારી નવસારી જિલ્લાની બલવાડા ગામેથી ડ્રગ્સનું રેકેટ ઝડપી પાડ્યું હતું. જેમાં વોચ ગોઠવીને મુંબઇથી ભાયંદર પાસે આફ્રિકન મૂળના વ્યક્તિ પાસેથી 874.20 ગ્રામ મેથાકેટામાઇન ડ્રગનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેની કિમંત અંદાજે 87 લાખ હતી. પકડાયેલા આરોપીમાં ગૌરાંગ ટંડેલ, નિમેષ પટેલ, અને ભાવેશ પટેલનો સમાવેશ થાય છે. ગૌરાંગ પટેલ મુખ્યસૂત્રધાર છે.

સુરત નંદુરબાર ટ્રેન પાટા પરથી ઉતરી, કોઈ જાનહાનિ નહીં

સુરત નંદુરબાર ટ્રેન પાટા પરથી ઉતરી, કોઈ જાનહાનિ નહીં

ભારે વરસાદને કારણે ઢેકવડ નામના સ્થળે ટ્રેનના પાટા પર પાણી ફરી વળતા સુરત- નંદુરબાર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. ઘટનાની જાણ થતા જ રેલ્વે વિભાગે તાત્કિલાક કામગીરી આદરી હતી. જોકે આ ઘટનાને પગલે મુંબઈ તરફ જતી 7 ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ-હાવરા હાવરા-અમદાવાદ, હાવરા પોરબંદર ઓખા, અમદાવાદ નવજીવન એક્સપ્રેસ, સુરત વસઇ એક્સપ્રેસ છે. તેમજ કેટલીક ટ્રેન મોડી પડે તેવી પણ શક્યતા છે.

દહેગામમાં વીજળી પડતા પ્રાથમિક શાળામાં તિરાડ

દહેગામમાં વીજળી પડતા પ્રાથમિક શાળામાં તિરાડ

કઠવાડા- દહેગામ પંથકમાં વીજળીના કડાકા સાથે થયેલા ભારે વરસાદના કારણે મોસમપુરા ગામે પ્રાથમિક શાળામાં વીજળી પડી હતી જેના કારણે શાળાના પાછળના ભાગે પાચં ફૂટ સુધીની તિરાડ પડી ગઈ હતી. સદનસીબે આ સમયે શાળામાં કોઈ નહોતું તેને કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. વીજળી પડી તેના થોડા સમય પહેલા શાળા છૂટી ગઈ હતી તેથી મોટી દુર્ઘટના ટળી હતી અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે શાળાના ઓરડામાં નુકસાન થયું હતું જેના સમારકામ અંગે સંબંધિત અધિકારીને જાણ કરવામાં આવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X