Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પંજાબ હુમલાના પગલે ગુજરાતમાં હાઇ એલર્ટ જારી

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

પંજાબ હુમલો, ગુજરાતમાં હાઇ એલર્ટ

પંજાબ હુમલો, ગુજરાતમાં હાઇ એલર્ટ

પંજાબના ગુરદાસપુરમાં આતંકી હુમલો. રેલવે સ્ટેશનથી જીવતા બોમ્બ મળ્યા. બસ અને દિનાનગર પોલીસ સ્ટેશન પર હુમલો. જેના પગલે ગુજરાતમાં પણ હાઇ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.

પાટીદાર અનામત આંદોલનનો મામલો

પાટીદાર અનામત આંદોલનનો મામલો

પાટીદાર અનામત આંદોલનનો મામલો.કેબિનેટ પ્રધાન બાબુભાઇ બોખીરિયાનું નિવેદન.બંધારણ મુજબ રાજ્ય 50 ટકાથી વધુ અનામત નથી આપી શકતું.

ગુજરાતમાં સતત વરસાદથી સ્થિતિ વણસી

ગુજરાતમાં સતત વરસાદથી સ્થિતિ વણસી

- જુનાગઢમાં 12 કલાકમાં 10 ઇંચ વરસાદ.
- સૌરાષ્ટ્રના અનેક ડેમ ઓવર ફ્લો.
- નર્મદામાં કરજણ ડેમ ઓવરફ્લો થતાં 4 દરવાજા ખોલાયા,આઠ ગામોને એલર્ટ કરાયા.
- બનાસકાંઠામાં ભારે વરસાદથી કેનાલમાં ગાબડુ, 3 ગામ સંપર્ક વિહોણા, છ મકાનો ધરાશાયી.
- રાજસ્થાનનો આડબંધ તુટતા ધાનેરામાં પાણી ઘુસવાનો ભય, મોડાસાના પાંચ ગામ સંપર્ક વિહોણા.

વરસાદી માહોલમાં વીજપુરવઠો ખોરવાયો

વરસાદી માહોલમાં વીજપુરવઠો ખોરવાયો

સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદી માહોલમાં વીજળી બની વેરણ.રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ગામોમાં વીજપુરવઠો ખોરવાયો.ખેતી વાડીના 287 સહિત 303 ફીડરમાં લાઈટો ગૂલ. વીજ કર્મચારીઓ રાત દિવસ કરી રહ્યા છે કામ.

વિસનગરમાં પત્રકાર પર થયેલ હુમલાનો મામલો

વિસનગરમાં પત્રકાર પર થયેલ હુમલાનો મામલો

વિસનગરમાં પત્રકાર પર થયેલ હુમલાનો મામલેપ્રાંત અધિકારીને આપવામાં આવ્યું આવેદનપત્ર.હુમલાને વખોડતું આવેદનપત્ર આપવામાં આવ્યું.

દૂધસાગર ડેરીનો દૂધ ચોરીનો મામલો

દૂધસાગર ડેરીનો દૂધ ચોરીનો મામલો

સુરેન્દ્રનગરની દૂધસાગર ડેરીનો દૂધ ચોરીનો મામલો. પાંચ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા. ડેરીના ચેરમેન રામજીભાઈ મેવાડાએ આ અંગે કર્યો આક્ષેપ.

48 કલાકથી અવિરત વરસાદ

48 કલાકથી અવિરત વરસાદ

ધાનેરામાં 48 કલાકથી અવિરત વરસાદ ચાલુ છે. વાસણ નદીમાં પૂર આવતા 4 ગામો સંપર્ક વિહોણા. વહિવટી તંત્ર પણ પહોંચી ના શક્યુ સ્થળે. અન્ય ગ્રામજનો દ્વારા ફસાયેલા લોકોને બહાર કાઢાયા, તેમજ ભોજનની પણ વ્યવસ્થા કરાઈ.

મંજૂરી વગર પણ નીકળશે અનામત રેલી

મંજૂરી વગર પણ નીકળશે અનામત રેલી

પાટીદાર અનામત આંદોલનનો મામલો મોટુ સ્વરૂપ ધારણ કરતો જઇ રહ્યો છે. પોલીસની મંજૂરી ના મળે તો પણ કાલે વિજાપુરમાં રેલી નીકળશે એવી સ્પષ્ટતા કન્વિનર હાર્દિક પટેલે કરી છે.

ગોધરાકાંડનો આરોપી કાસમ ભમેડી ઝબ્બે

ગોધરાકાંડનો આરોપી કાસમ ભમેડી ઝબ્બે

ગોધરાકાંડનો 13 વર્ષથી વોન્ટેડ આરોપી કાસમ ભમેડી પણ ગુજરાત પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. ગોધરાકાંડમાં સાબરમતી એક્સપ્રેસના કોચમાં આગ લગાવી દેવામાં આવી હતી. છેલ્લા એક મહિનામાં ત્રણ આરોપીઓને પકડવામાં એટીએસ સફળ રહ્યું છે.

છોટાઉદેપુર પૂર જેવી સ્થિતિ

છોટાઉદેપુર પૂર જેવી સ્થિતિ

છોટાઉદેપુર ભારે વરસાદને પગલે સંભવિત પૂરની સ્થિતિ ઊભી થઇ છે. સંખેડા તાલુકાના ઢાઢર નદીમાં પૂરની શક્યતાને લઇ નદી કિનારે આવેલા કંનશેશ્વર ગામને એલર્ટ કરાયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X