ગુજરાત આસપાસ: મુખ્ય સમાચારો પર એક નજર

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અંબાજી બજારો સ્વયંભુ બંધ

અંબાજી બજારો સ્વયંભુ બંધ

આજે અંબાજી બજારો સ્વયંભુ બંધ રહેશે.વરૂણદેવને રીઝવવા બજારો સ્વયંભુ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.વેપારીઓ કામકાજ બંધ રાખી કરશે પ્રાર્થના.અંબાજીની શાળા અને કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી.

13 કરોડનું નારાયણ સાંઇનું ડીલ પ્રકરણ

13 કરોડનું નારાયણ સાંઇનું ડીલ પ્રકરણ

રૂપિયા 13 કરોડનું નારાયણ સાંઇનું ડીલ પ્રકરણ સામે આવ્યું.કેસની સુનાવણી દરમિયાન એક સાક્ષીને તપાસાયો.નારાયણ સાંઇ બળાત્કાર કેસ પ્રકરણમાંઆજની મુદતમાં બે આરોપી હાજર ન રહ્યા.બે આરોપીઓ સામે બીનજામીનપાત્ર વોરંટ કઢાયું.

અમદાવાદમાં વરસાદી ઝાપટું

અમદાવાદમાં વરસાદી ઝાપટું

અમદાવાદમાં વરસાદી મંગળવારે સાંજે એક ઝાપટુ આવ્યું, જેના કારણે અમદાવાદીઓએ રાહતનો શ્વાસ લીધો. સરસપુરમાં સામાન્ય વરસાદી ઝાપટાં.

ક્રાઇમ બ્રાન્ચે બાટલા રિફિલિંગ કૌભાંડ ઝડપ્યું

ક્રાઇમ બ્રાન્ચે બાટલા રિફિલિંગ કૌભાંડ ઝડપ્યું

રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચે બાટલા રિફિલિંગ કૌભાંડ ઝડપ્યું.ત્રણ શખ્સો સાથે 26 સિલિન્ડર અને એક રિક્ષા કબજે કરી. પોલીસતપાસનો ધમધમાટ શરૂ.

ચેકપોસ્ટ પરથી બે ફોલ્ડરિયા ઝડપાયા

ચેકપોસ્ટ પરથી બે ફોલ્ડરિયા ઝડપાયા

ગુંદરી આરટીઓ ચેકપોસ્ટ પરથી બે ફોલ્ડરિયા ઝડપાયા. RTOની મિલિભગતથી ટ્રકોને બારોબાર કરાવતા હતા પસાર. પોલીસવડાના આદેશથી એલસીબીએ કરી હતી રેડ.

આરટીઓ ચેકપોસ્ટ પર બોગસ એજન્ટ ઝડપાયો

આરટીઓ ચેકપોસ્ટ પર બોગસ એજન્ટ ઝડપાયો

આરટીઓ ચેકપોસ્ટ પરથી બોગસ એજન્ટ ઝડપાયો. એસઓજી પોલીસની ટીમે પૂછપરછ કરતાં ઝડપાયો. મિલીભગતથી ટ્રકોને બારોબાર કઢાવતો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X