સુરત હીરા બજારમાં મંદીની અસર, રત્નકલાકારે કર્યો આપઘાત

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

20 ભંગાર BRTS બસો AMTSને પધરાવાઇ

20 ભંગાર BRTS બસો AMTSને પધરાવાઇ

મળતિયાની 20 ભંગાર BRTS બસો AMTSને ચલાવવા પધરાવી.રાજકીય દરખાસ્તનો સ્વીકાર કરવાની AMTSને ફરજ પડી.

વડોદરામાંથી ઝડપાયું જુગારધામ

વડોદરામાંથી ઝડપાયું જુગારધામ

વડોદરામાંથી ઝડપાયું જુગારધામ.મચ્છીપીઠ બહાર જીમખાનાના જુગારધામ પર પોલીસે પાડ્યો દરોડો.38 જુગારીઓની પોલીસે કરી ધરપકડ.

અક્ષય ખન્ના GSFCના બની શકે છે બ્રાન્ડએમ્બેસેડર

અક્ષય ખન્ના GSFCના બની શકે છે બ્રાન્ડએમ્બેસેડર

વિનોદ ખન્નાના પુત્ર અને ફિલ્મ અભિનેતા અક્ષય ખન્ના GSFCના બની શકે છે બ્રાન્ડએમ્બેસેડર. સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર અક્ષય ખન્ના સાથે GSFCની વાતાઘાટો ચાલી રહી છે.

ચીનના ગ્વાંગ ડોગનું પ્રતિનિધિમંડળ ગુજરાતમાં

ચીનના ગ્વાંગ ડોગનું પ્રતિનિધિમંડળ ગુજરાતમાં

ચીનના ગ્વાંગ ડોગનું પ્રતિનિધિમંડળ આજથી ગુજરાતમાં. આજે બપોરે બે કલાકે અમદાવાદ પહોંચશે. ચાર કલાકે ગાંધીઆશ્રમની લેશે મુલાકાત. ગ્વાંગ ડોગના ગવર્નરના એડવાઈઝરની અધ્યક્ષતામાં થશે મુલાકાત.

હીરા બજારમાં મંદીની અસર, રત્નકલાકારે આપઘાત કર્યો

હીરા બજારમાં મંદીની અસર, રત્નકલાકારે આપઘાત કર્યો

સુરતમાં હીરા બજારમાં આવેલી મંદીની અસર. કાપોદરામાં હીરા રત્નકલાકારે ઝેરી દવા પી આપઘાત કર્યો. છેલ્લા 15 દિવસથી બેકાર હોવાથી ભર્યું પગલું.

દાહોદ

દાહોદ

લીમખેડાના દૂધીયા ગામે પોસ્ટ ઓફિસની ટપાલો મળી આવી. પ્રા. શાળાના ઓરડા પાસેથી ટપાલો મળી આવી. ટપાલો, ચેકબુકો ને એટીએમની ટપાલો મળતાં ચકચાર મચી ગયો છે.

સુરત

સુરત

ડુમસ દરિયા કિનારેથી પાંખો વાળો કાચબો મળી આવ્યો. કાચબાને જોવા લોકોના ટોળે ટોળા. જીવદયાના કાર્યકરોએ કાચબાને દરિયામાં છોડી મુકવામાં આવ્યો.

અમદાવાદ

અમદાવાદ

સરકારી સ્કૂલોમાં ચોરી કરતી ટોળકી ઝડપાઈ. ગ્રામ્ય LCBએ સૂત્રધાર સહિત પાંચ શખ્સોની કરી ધરપકડ. ચોર ટોળકીએ 60 ગુનાઓની કબૂલાત કરી લીધી છે.

અમદાવાદ

અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટી પરીક્ષામાં ખોટા માર્ક્સ મુકવાનું કૌભાંડ બહાર આવ્યું છે. લાગતાવળગતાને ગોલ્ડ મેડલ આપવા માટે ખોટા માર્ક્સનું કૌભાંડ થઇ રહ્યું હોવાનું સામે આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X