ભવનાથ મેળામાં કીર્તી પટેલ સાધુઓ સાથે સ્નાન કરતા હંગામો
જૂનાગઢના સુપ્રસિદ્ધ ભવનાથ મહાશિવરાત્રિ મેળામાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ મૃગી કુંડમાં સ્નાન કરવાના કારણે વિવાદના કેન્દ્રમાં આવ્યા છે.
ભવનાથના મેળામાં કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો ધારણ કરી સાધુ-સંતોની સાથે શાહી સ્નાન કર્યું હતું, જેના લીધે ત્યાં હાજર સંતોમાં ભારે રોષ જોવા મળ્યો.

આ મામલો વરકતા મહિલા પીએસઆઈ દ્વારા કીર્તિ પટેલને તાત્કાલિક કુંડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, છતાં તેમણે પોતે સનાતની હોવાનું કહી સ્નાન યોગ્ય ગણાવ્યું.
જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું કે, સંતો સાથે ચર્ચા કર્યા બાદ જ મૃગી કુંડના નિયમ મુજબ કીર્તિ પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે.
મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે સાધુ-સંતોની ભવ્ય રવેડી નીકળી હતી, જેમાં જૂના, આહવાન અને અગ્નિ અખાડાના સંતોએ પરંપરાગત શાહી સ્નાન કર્યું હતું.
ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલા આ મેળામાં મૃગી કુંડનું વિશેષ મહાત્મય છે, જ્યાં હર હર મહાદેવના નાદ સાથે લાખો ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા.












Click it and Unblock the Notifications
