જૂનાગઢઃ હત્યા કેસમાં નવને આજીવન કેદ

ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ જજ જીએમ પટેલે આ તમામને 1500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે, જેમણે પુજાભાઇ કાલાભાઇ આહિરની હત્યામાં તેમને દોષી જાહેર કરવામાં આવ્યા હતા, જે માનાવદર તાલુકાના ગામ ભિંડોરાના રહેવાસી હતા.
ભિંડોરા ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન 14 મે 2009ના રોજ આહિર પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો અને જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું, તેમ પબ્લિક પ્રોસિક્યુટર એનડી મોરીએ જણાવ્યું છે.
આ કેસમાં પોલીસે નવ લોકોની ધરપકડ કરી હતી, આ તમામ એક જ ગામના હતા, તેમની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોવાનું મોરીએ જણાવ્યું હતું. આ તમામ આરોપીએને આઇપીસી સેક્શન 302(હત્યા), 149(ગેરકાયદે સભા), 147(હિંસા) અને બોમ્બે પોલીસ એક્ટ હેઠળ દોષી પુરવાર કરી કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી હોવાનું તેમણે જણાવ્યું હતું.












Click it and Unblock the Notifications
