ભરૂચમાં સ્ટડી સેન્ટરના સંચાલક વિરુદ્ધ છેડતીનો આરોપ

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ચાઈનીઝ કંપનીના પ્રતિનિધિઓ રાજકોટમાં

ચાઈનીઝ કંપનીના પ્રતિનિધિઓ રાજકોટમાં

ચાઈનીઝ કંપનીના પ્રતિનિધિઓ રાજકોટ મનપાની મુલાકાત માટે આવ્યા છે. સોલાર સિટી બસ-સોલાર સિટી માટે કરાશે ચર્ચા વિચારણા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું હતું આમંત્રણ.

અરવલ્લીમાં ચોકાવનારી ઘટના

અરવલ્લીમાં ચોકાવનારી ઘટના

અરવલ્લીમાં ચોકાવનારી ઘટના સામે આવી છે. સાર્વજનિક હોસ્પિટલ દ્વારા સગર્ભા મહિલા પાસેથી વસૂલાતા હતા રૂપિયા. તાલુકા આરોગ્ય અધિકારીએ સાર્વજનિક હોસ્પિટલને ફટકારી નોટિસ.

સંચાલક વિરુદ્ધ છેડતીનો આરોપ

સંચાલક વિરુદ્ધ છેડતીનો આરોપ

સંચાલક વિરુદ્ધ છેડતીનો આરોપ. ઓમ સ્ટડી સેન્ટરના સંચાલક વિરુદ્ધ ધો.7માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓએ છેડતીની ફરિયાદ કરી. સંચાલક ગૌરાંગ ભટ્ટ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઇ છે.

પરિણીતાની મશ્કરી મામલે શિક્ષકની હત્યા

પરિણીતાની મશ્કરી મામલે શિક્ષકની હત્યા

લિંબાયતમાં પરિણીતાની વારંવાર મશ્કરી મામલે શિક્ષકની હત્યા. પરિણીતાના પતિ-બે શખ્સોએ છરીના ઘા ઝીંકી કરી હત્યા. પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ.

ઈસમોએ કર્યુ ફાયરિંગ

ઈસમોએ કર્યુ ફાયરિંગ

ગરબાડામાં ચોરી કરવાના ઈરાદે આવેલ ઈસમોએ કર્યુ ફાયરિંગ. ઈસમો ફાયરિંગ કરી ફરાર થઇ ગયા. યુવક ઈજાગ્રસ્ત થયો ગરબાડાના ભરચડા ગામની ઘટના.

સિલિન્ડર ભરેલ ટેમ્પો પલટી ગયો

સિલિન્ડર ભરેલ ટેમ્પો પલટી ગયો

ભાવનગર ધાધળી અને નેસડા વચ્ચે ગેસના સિલિન્ડર ભરેલ ટેમ્પો પલટી અચાનક પલટી જવાની ઘટના સામે આવી છે. ગેસના સિલિન્ડર રસ્તા પર ફંગોળાઈ ગયા હતા જોકે આ ઘટનામાં કોઇ જાનહાની નથી થઇ.

નકલી એડવોકેટે વેબસાઈટથી કરી ઠગાઈ

નકલી એડવોકેટે વેબસાઈટથી કરી ઠગાઈ

અમદાવાદમાં એક નકલી એડવોકેટે વેબસાઈટથી કરી ઠગાઈ હોવાની ઘટના સામે આવી છે. શિક્ષિત લોકો પણ બન્યા ઠગાઈનો ભોગ. હાઈકોર્ટના ડમી પિટિશનમા ખૂલશે મોટાં માથાંનાં નામો.

જામનગરમાં ધોધમાર વરસાદ

જામનગરમાં ધોધમાર વરસાદ

સૌરાષ્ટ્રમાં વરસાદની હેલી શરૂ થઇ ગઇ છે. જામનગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. કાલાવડમાં 40 મિ.મી. વરસાદ નોંધાયો. છેલ્લા બે કલાકમાં 40 મિ.મી. વરસાદ નોંધાયો.

સફેદ કેરોસીન ઝડપાયું

સફેદ કેરોસીન ઝડપાયું

વડોદરામાં સાવલીના પરથમપુરા રોડ પર ગેરકાયદે લઈ જવાતું સફેદ કેરોસીન ઝડપાયું. કુલ રૂ.65 હજારની કિંમતના 10 બેરલ કરાયા જપ્ત કરાયા. બે આરોપીની કરાઈ ધરપકડ.

દરભંગા જનસાધારણ ટ્રેન મોડી.

દરભંગા જનસાધારણ ટ્રેન મોડી.

જનસાધારણ એક્સપ્રેસનો સમય બદલવામાં આવ્યો. સાંજે 7-30ને બદલે રાત્રે 9-10 ઊપડશે ટ્રેન. જનસાધારણ 1.50 કલાક મોડી થઇ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X