અમદાવાદમાં આનંદીબેનના કાર્યક્રમમાં શખ્શે કાપી હાથની નસ

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિન

21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિન

21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિન. GMDC ગ્રાઉન્ડમાં યોગદિનની ઉજવણી કરાશે. CM આનંદીબહેન પટેલ કાર્યક્રમમાં રહેશે હાજર.

ફેસબુક પર બિભત્સ ફોટા

ફેસબુક પર બિભત્સ ફોટા

બિભત્સ ફોટા વિધાનસભા ઉપદંડકને ફેસબુક પર ટેગ કરાયા. ઉપદંડક અજય ચોક્સીને ફેસબુક પર ગંદા ફોટા ટેગ કરાતા ચકચાર મચી ગઇ. મિત્રોએ ધ્યાન દોરતા તુરંત જ ફોટા ડિલિટ કરાયા.

NSUI સંગઠન દ્વારા વિરોધ

NSUI સંગઠન દ્વારા વિરોધ

સેન્ટ જેગોરિયસ સ્કૂલ સામે NSUI સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રાઈટ ટૂ એડ્યુકેશન હેઠળ એડમિશન ન આપતા સ્કૂલ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ

છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ

છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ. 23 જિલ્લાના 90 તાલુકામાં વરસાદ. સૌથી વધુ વલસાડમાં પાંચ ઇંચ, ચાર તાલુકાઓમાં ચાર ઇંચ.

શાળાના વર્ગખંડમાં ખાડો

શાળાના વર્ગખંડમાં ખાડો


વિજલપોરની પ્રા.શાળાના ધો.5ના વર્ગખંડમાં આઠ ફૂટ પહોળો અને છ ફૂટ ઊંડો ખાડો પડી જતા ચકચાર મચી ગઈ છે. શાળાના પેસેજમાં પણ સાત ફૂટ ઊંડો ખાડો પડ્યો છે, જોકે કોઈ જાનહાની નથી થઇ.

RTO ચેકપોસ્ટ તોડફોડનો મામલો

RTO ચેકપોસ્ટ તોડફોડનો મામલો

RTO ચેકપોસ્ટ તોડફોડનો મામલો. ચેકપોસ્ટ પર ધમાલ કરનાર સામે રાયોટિંગનો ગુનો દાખલ. 14 શખસો સામે રાયોટિંગનો ગુનો પોલીસે દાખલ કર્યો છે, જ્યારે ચાર શખશોની ધરપકડ કરી છે.

બોઇલર ફાટતાં કર્મચારીનું મોત

બોઇલર ફાટતાં કર્મચારીનું મોત

ભાવનગરમાં નિરમાની ફેક્ટરીમાં બોઇલર ફાટતાં કર્મચારીનું મોત નિપજ્યાના સમાચાર મળી રહ્યા છે. નિરમા ફેક્ટરીમાં બોઇલર ફાટતાં કર્મચારીનું મોત. ભાવનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ

અમદાવાદ

ચાંદખેડા વિસ્તારમાં 65 વર્ષીય વૃદ્ધની સામાન્ય બાબતે થયેલી તકરારમાં પાડોશીએ કરી હત્યા. ચાંદખેડા પોલીસે પાડોશી પતિ-પત્નીની ધરપકડ કરી લીધી છે અને તપાસ હાથ ધરી છે.

નવા જિલ્લા પ્રમુખનો વિરોધ

નવા જિલ્લા પ્રમુખનો વિરોધ

ગુજરાતમાં અમદાવાદના નવા જિલ્લા પ્રમુખને લઈ કોંગ્રેસમાં ઘમાસાણ થયું છે. પાટણ કોંગ્રેસપ્રમુખની વરણી મુદ્દે કાર્યકરોમાં વિરોધ. નવા જિલ્લાપ્રમુખ કાનજીભાઈ દેસાઇનો વિરોધ થઇ રહ્યો છે.

ગુજરાતના મુખ્ય સમાચાર

ગુજરાતના મુખ્ય સમાચારો પર એક નજર, વીડિયોમાં...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X