પ્રદેશ કોંગ્રેસ ગુજરાત વ્યાપી આંદોલન છેડશે
[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.
આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.
ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

કોંગ્રેસ ગુજરાત વ્યાપી આંદોલન છેડશે
પ્રદેશ કોંગ્રેસ ગુજરાત વ્યાપી આંદોલન છેડશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું, 'પ્રશ્નો નહીં ઉકેલાય તો ગુજરાત વ્યાપી ઉગ્ર આંદોલન કરીશું.'

ભૂજ લાંખોદ ટોલનાકા ઉપર તોડફોડ
ભૂજ લાંખોદ ટોલનાકા ઉપર તોડફોડની ઘટના. 20થી 25 લોકોનાં ટોળાએ કરી તોડફોડ હજુ સુધી પોલીસને નથી કરાઈ જાણ ટોલનાકાની ઓફિસ, કોમ્પ્યુટર, સીસીટીવીને ભારે નુકસાન થયાના સમાચાર.

જૂના સચિવાલયમાંથી કોમ્પ્યુટરની ચોરી
ગાંધીનગરમાં જૂના સચિવાલયમાંથી કોમ્પ્યુટરની ચોરી થતા ચકચાર મચી ગયો છે. હિસાબી અધિકારીની કચેરીમાં થઈ ચોરી સેક્ટર 7 પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નિવૃત્ત સરકારી કર્મચારી પાસેથી પાંચ લાખ પડાવ્યા
સોલામાં નિવૃત્ત સરકારી કર્મચારી પાસેથી પાંચ લાખ પડાવ્યાની ઘટના સામે આવી. LRD જવાન અને બે મહિલાઓએ રૂ.પાંચ લાખ પડાવ્યા હોવાનું બહાર આવ્યુ છે, તપાસ શરૂ.

દેના બેંકમાં લાગી ભારે આગ
ભરૂચમાં આવેલી દેના બેંકમાં લાગી ભારે આગ. શોટ સર્કિટના કારણે બેંકમાં લાગી આગ. દુર્ઘટનામાં કોઈ જાનહાની નહીં ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો છે.

ગર્ભ નીરિક્ષણ કરાવવાનો મામલો
ગર્ભ નીરિક્ષણ કરાવવાનો મામલો સામે આવ્યો. પૂર્વ ડે. મેયરના પતિ ડો. રમણીક વિરુદ્ધ સામે ફરિયાદ. પોલીસે ડો. રમણીકની ધરપકડ કરી PNDT એક્ટ મુજબ નોંધ્યો ગુનો.

સફાઇ કર્મચારીઓનો વિરોધ નોંધાવ્યો
સિવિલ હોસ્પિટલના સફાઇ કર્મચારીઓનો વિરોધ નોંધાવ્યો. પગારવધારા મુદ્દે કર્યો હોબાળો. BVG ઇન્ડિયા પ્રાઇવેટને અપાયો છે સફાઈનો કોન્ટ્રાક્ટ. કર્મચારીઓ હડતાળ કરે તેવી વકી.












Click it and Unblock the Notifications
