આરોગ્ય મંત્રી નિતિન પટેલે અનોખી રીતે ઉજવ્યો પોતાનો જન્મ દિવસ

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

યોગ પ્રદર્શનની વસ્તુ નથી

યોગ પ્રદર્શનની વસ્તુ નથી

વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાનું નિવેદન યોગ દિવસ નિમિત્તે નિવેદન. યોગ દિનચર્યાનો ભાગ છે જ. પ્રદર્શનની વસ્તુ નથી. પ્રસિદ્ધિ પાછળ કરોડો રૂપિયા ખર્ચાય નહીં.

ગીર સોમનાથ જિલ્લામાં 24 કલાકનો વરસાદ

ગીર સોમનાથ જિલ્લામાં 24 કલાકનો વરસાદ

ગીર સોમનાથ જિલ્લામાં 24 કલાકનો વરસાદ.વેરાવળમાં 44, તાલાલામાં 6, સૂત્રાપાડામાં 22, કોડીનારમાં 8 અને ઊનામાં 16 મીમી વરસાદ નોંધાયો.

નીતિન પટેલે કંઇક આ રીતે ઉજવ્યો જન્મદિવસ

નીતિન પટેલે કંઇક આ રીતે ઉજવ્યો જન્મદિવસ

આરોગ્યપ્રધાન નીતિન પટેલે જન્મદિવસ નિમિત્તે દશામાના મંદિરમાં કર્યા દર્શન. રૂ.26 લાખના ખર્ચે બનેલ પ્રાથમિક શાળાનું કર્યું ઉદઘાટન.

વર્ગ-3ના કર્મચારીઓનું મૂલ્યાંકન થશે

વર્ગ-3ના કર્મચારીઓનું મૂલ્યાંકન થશે

વર્ગ-3ના કર્મચારીઓનું મૂલ્યાંકન થશે. કોર્પોરેટર સ્ટાઇલમાં કર્મચારીઓનું મૂલ્યાંકન થશે. કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરાશે.

સ્વામિ. મંદિરમાં ઉપવાસ આંદોલનનો આઠમો દિવસ

સ્વામિ. મંદિરમાં ઉપવાસ આંદોલનનો આઠમો દિવસ

સ્વામિનારાયણ મંદિરમાં ઉપવાસ આંદોલનનો આઠમો દિવસ.ધર્માદા સ્વીકારવાને મુદ્દે સંતો-મહંતો આજે સાંજે 100 જેટલા હરિભક્તો મુંડન કરાવી વિરોધ કરશે. દિવસેને દિવસે આંદોલન ઉગ્ર બનતું જઇ રહ્યું છે.

સિવિલમાં રેડિયોથેરાપી મશીનો બંધ

સિવિલમાં રેડિયોથેરાપી મશીનો બંધ

ગુજરાતની જ સૌથી મોટી હોસ્પિટલ સિવિલના કેન્સર વિભાગમાંમાં રેડિયોથેરાપી મશીનો બંધ થતા હાલાકી સર્જાઇ છે. હોસ્પિટલમાં 6 મહિનાથી રેડિયોથેરાપી મશીનો બંધ. ચાર મશીનમાંથી ત્રણનાં આયુષ્યનાં પૂર્ણ થઇ ગયા છે, જેના કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે.

ગુજરાતમાં સવા કરોડ લોકોએ સાથે યોગ કર્યા

ગુજરાતમાં સવા કરોડ લોકોએ સાથે યોગ કર્યા

ગુજરાતમાં સવા કરોડ લોકોએ એક સાથે યોગ કરીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે. અમદાવાદમાં 70 હજાર લોકોએ સાથે યોગ કર્યો. સમૂહયોગમાં ગુજરાતના નામે બે વર્લ્ડ રેકર્ડ નોંધાયા છે.

સુરેન્દ્રનગરમાં તસ્કરોનો આતંક

સુરેન્દ્રનગરમાં તસ્કરોનો આતંક

સુરેન્દ્રનગરમાં તસ્કરોનો આતંક યથાવત. વઢવાણમાં પોલીસ કોન્સ્ટેબલ જશુ સિંધવના ઘરે જ ચોરોના ધામા. રૂપિયા 42 હજારના મુદ્દામાલની ચોરી.
કોન્સ્ટેબલ હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે. ઘટના અંગે તપાસ શરૂ.

હુડાના વિરોધમાં હિંમતનગર બંધ

હુડાના વિરોધમાં હિંમતનગર બંધ

આજે હુડાના વિરોધમાં હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે. હુડાનો વિરોધ કરતા 250થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.
બંધના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અંબાજી પંથકમાં વાદળછાયું વાતવણ

અંબાજી પંથકમાં વાદળછાયું વાતવણ

રાતભર ધીમી ધારે વરસાદ
ખેડૂતોની જમીન ખેતી લાયક બનતા ખેડૂતોમાં ખુશી

માર્ગ અકસ્માતમાં બાઈકચાલકનું મોત.

માર્ગ અકસ્માતમાં બાઈકચાલકનું મોત.

અજાણ્યા વાહનચાલકની અડફેટે સર્જાયો હતો અકસ્માત. ડભોઈના રવા પેટ્રોલ પંપ પાસેની ઘટના.

અમદાવાદમાં હોબાળો

અમદાવાદમાં હોબાળો

અમદાવાદમાં ઈન્દ્રપુરી વોર્ડના રહીશોનો હોબાળો. સીટીએમ પાસે કૈલાસ કોલોનીના રહીશોનો હોબાળો. ટીપી સ્કીમમાં 57 મકાનો થઈ રહ્યા છે કપાત.

NSUIનું નવતર વિરોધ પ્રદર્શન

NSUIનું નવતર વિરોધ પ્રદર્શન

NSUI દ્વારા નવતર વિરોધ પ્રદર્શન હાથ ધરાયું. ભેંસને આવેદનપત્ર આપી પોતાનું વિરોધ પ્રદર્શન કર્યું. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને સાથે રાખી કર્યું પ્રદર્શન.

કોંગ્રેસના નેતાઓ અંબાજીમાં

કોંગ્રેસના નેતાઓ અંબાજીમાં

ગુજરાત કોંગ્રેસના નેતાઓ આજે અંબાજીની મુલાકાતે આવી પહોંચ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ અંબાજીની મુલાકાત લીધી હતી.

`મહોલ્લા અસ્સી' ફિલ્મનો વિરોધ

`મહોલ્લા અસ્સી' ફિલ્મનો વિરોધ

`મહોલ્લા અસ્સી' નામની ફિલ્મનો વિરોધ શરૂ થઇ ગયો છે. ફિલ્મના ટ્રેલરથી હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 24 જૂને રેલી કરી કલેક્ટરને અપાશે આવેદનપત્ર.

જેલમાંથી કેદી પાસેથી મળ્યા મોબાઇલ અને ચાર્જર

જેલમાંથી કેદી પાસેથી મળ્યા મોબાઇલ અને ચાર્જર

રાજકોટની મધ્યસ્થ જેલમાંથી યાર્ડ નંબર બેમાં પાકા કામના કેદી પાસેથી મોબાઈલ અને ચાર્જર મળી આવ્યા છે. જેલ સત્તાધીશોએ કરેલ સરપ્રાઈઝ ચેકિંગમાં મળી આવ્યો મોબાઈલ.

યુવતીએ નોંધાવી બળાત્કારની ફરિયાદ

યુવતીએ નોંધાવી બળાત્કારની ફરિયાદ

ધાનેરાના દાખાગામની યુવતીએ નોંધાવી બળાત્કારની ફરિયાદ. આઠ માસ પહેલાં બળાત્કાર કરી ફોટો વિડિયો ક્લિપ ઉતારેલી. વિડિયો વાઇરલ કરવાની ધમકી આપેલી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X