મૂશળાધાર વરસાદના પગલે ગુજરાતમાં 51ના મોત
[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.
આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.
ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ગુજરાતમાં મેઘ તાંડવ
આઠ કલાક સુધી બારે મેઘ ખાંગા થયા અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, અને મધ્ય ગુજરાત અસ્તવ્યસ્ત કરી નાખ્યું. બીજા દિવસે પાણી ઉતરતા અમદાવાદીઓએ રાહતના શ્વાસ લીધા હતા. અમદાવાદમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો. જ્યારે રાજકોટમાં 12, જામજોધપુરમાં 19, ધારીમાં 22, ઊનામાં 19, કોડિનારમાં 12, પાલિતાણામાં 10 અને વડીયામાં 18 ઇંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં વરસાદના પગલે 51ના મોત
ગુજરાતમાં વરસાદના પગલે 51ના મોત થયા છે. જેમાં અમરેલી જિલ્લામાં અત્યાર સુધી 26, ભાવનગરમાં 3 રાજકોટમાં 2 અને ગુજરાતના વિવિધ સ્થળોએ 20 લોકોના મોત થયા છે.

ગુજરાતમાં ક્યાં કેટલા ઇંચ વરસાદ

પ્રિ-મોન્સૂન પ્લાન પાણીમાં ધોવાઇ ગયા
અમદાવાદમાં સતત આઠ કલાકમાં ખાબકેલા સાડા સાત ઇંચ વરસાદે અમદાવાદ મ્યુનિસિપાલટીની પોલ ખોલી નાખી. બધા જ પ્રિ-મોન્સૂન પ્લાન પાણીમાં ધોવાઇ ગયા હતા. સાડા સાત ઇંચ વરસાદે મ્યુનિસિપાલટીના 369 કરોડ ધોઈ નાખ્યા હતા.

ભારે વરસાદને પગલે DEOએ કર્યો આદેશ
ભારે વરસાદને પગલે DEOએ કર્યો આદેશ. અમદાવાદમાં પ્રાથમિક-માધ્યમિક શાળા બંધ રાખવા સૂચના. આજે તમામ શાળઆઓ બંધ રાખવા આપી છે સૂચના.

ઐતિહાસિક પુલો તૂટ્યા
ગોંડલના સુલતાનપુર-રાણસીકી ગામના બંને પુલો તૂટી પડ્યા. ગોંડલમાં રાજવી સમયના બંને પુલો તૂટી પડ્યા. બંને ગામોનો 25 મીટર લાંબો પુલ તૂટ્યો.

ગરવી ગુર્જરી ઈ-સ્ટોર કરાયો લોન્ચ
ગરવી ગુર્જરી ઈ-સ્ટોર કરાયો લોન્ચ. સીએમ આનંદીબહેને કર્યું લોન્ચિંગ. કેશ ઓન ડિલિવરી રહેશે. 24 કલાક ગ્રાહક સહાયતા સેવા રહેશે.

Click it and Unblock the Notifications