કોમર્શિયલ ટેક્સ વિભાગના કર્મચારીઓ હડતાળ પર

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

કેનાલમાથી મળ્યો મૃતદેહ

કેનાલમાથી મળ્યો મૃતદેહ

બાયડના મોતીપુરાલોંક ગામે કેનાલમાથી મળ્યો મૃતદેહ. મોતીપુરાલોંક ગામના યુવાનનો મળ્યો મૃતદેહ. મૃતદેહને પીએમ માટે મોકલી અપાયો.

મહાત્મા મંદિરમાં ચિત્રકારોની સ્પર્ધા

મહાત્મા મંદિરમાં ચિત્રકારોની સ્પર્ધા

મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે મહાત્મા મંદિરમાં ચિત્રકારોની સ્પર્ધાનું કર્યુ ઉદ્ઘાટન. આજે બપોરે અઢી વાગ્યે વિજેતાઓને ઈનામ વિતરણ કરાશે.

ગેરકાયદે હથિયાર સાથે ત્રણ શખસોની ધરપકડ

ગેરકાયદે હથિયાર સાથે ત્રણ શખસોની ધરપકડ

ગેરકાયદે હથિયાર સાથે ત્રણ શખસોની ધરપકડ. વંથળી, સરગવાડા, ઝાલોરપામાંથી ઝડપાયા ત્રણ શખસો. 2 પિસ્તોલ, 2 રિવોલ્વર,1 તમંચો, 8 કારતૂસ પોતાના કબ્જે કર્યા.

કોમર્શિયલ ટેક્સ વિભાગના કર્મચારીઓ હડતાળ પર

કોમર્શિયલ ટેક્સ વિભાગના કર્મચારીઓ હડતાળ પર

કોમર્શિયલ ટેક્સ વિભાગના કર્મચારીઓ ખાલી પોસ્ટ ભરવા માટે હડતાળ પર જાય તેવી શક્યતા. કર્મચારીઓએ નાણા પ્રધાન સૌરભ પટેલને આપ્યું આવેદન.

રામવિલાસ પાસવાન અમદાવાદની મુલાકાતે

રામવિલાસ પાસવાન અમદાવાદની મુલાકાતે

કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાન આવતી કાલે અમદાવાદની મુલાકાત લેશે. અમદાવાદમાં સરકારની એક વર્ષની સિદ્ધીઓ અંગે કરશે પ્રેસ કોન્ફરન્સ.

કોંગ્રેસ દ્વારા ધરણાં

કોંગ્રેસ દ્વારા ધરણાં

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણાં. જિલ્લા પંચાયત કચેરી આગળ ધરણા. ખેડૂતોને સહાય ન ચૂકવવા મામલે ઉતર્યા ધરણા પર.

સોમનાથ મંદિરમાં પ્રતિબંધ

સોમનાથ મંદિરમાં પ્રતિબંધ

સોમનાથ મંદિરમાં બિનહિંદુ વ્યક્તિઓને પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો.
સોમનાથ મેનેજિંગ ટ્રસ્ટીની રજા વગર પ્રવેશ ન કરવા લગાવ્યું બોર્ડ.

અંબાજીમાં 7 મીમી વરસાદ

અંબાજીમાં 7 મીમી વરસાદ

અંબાજી-દાંતા પંથકમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો. મોડીરાત્રે અંબાજીમાં 7 મીમી વરસાદ ખાબક્યો. આજે પણ વરસાદ પડવાની સંભાવના છે.

દીકરીને સાંકળથી બાંધી રાખી

દીકરીને સાંકળથી બાંધી રાખી

નસવાડીમાં અનોખી ઘટના સામે આવી છે, જેથી સૌ આશ્ચર્યચકિત થઇ ગયા છે. યુવતીના માતાપિતાએ પોતાની દીકરીને ઘરમાં સાંકળથી એટલા માટે બાંધી રાખી હતી જેથી તે તેના પ્રેમી સાથે નાસી ના જાય.

49 ક્રૂડ બોમ્બ મળ્યા

શહેરમાં રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પોલીસ તપાસમાં 49 જેટલા ક્રૂડ બોમ્બ મળી આવ્યા છે. પોલીસે એકની ધરપકડ કરી છે. એલર્ટ જાહેર કરીને વધુ તપાસ શરૂ કરી દીધી છે.

ગુજરાતના મુખ્ય સમાચાર

ગુજરાતના મુખ્ય સમાચારો જુઓ વીડિયોમાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X