બાયોલોજી પેપર લીક: જય સોમનાથ શાળાની માન્યતા પર આજે નિર્ણય
[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.
આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.
ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
ફાર્મની મહેફિલમાં થયેલી છેડતીનો મામલો
ધોલેરા ફાર્મની મહેફિલમાં થયેલી છેડતીનો મામલો. છેડતી કેસમાં વધુ છ આરોપીઓની થઈ ધરપકડ. સુરેન્દ્રનગરના ફરાર વેપારી નરેશ શાહની કરાઈ ધરપકડ.
પાટણ LCBની રેડ
પાટણ LCBએ તાવડિયા ચાર રસ્તા પાસેના પ્રભુ કોમ્પ્લેકસમાંથી 12 જુગારીઓ ઝડપ્યા, રૂ.1,10,540ના મુદ્દામાલ સહિત 13 મોબાઈલ પોલીસે જપ્ત કર્યા.
મોલમાં આગ લાગી
ટાવર રોડના ક્લાસિક મોલમાં આગ લાગી, કોઈ જાનહાની નહીં. ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો. આગને કારણે મોલમાં મોટા નુકસાનનો અંદાજ.
20થી 25 લોકોને ઝાડા-ઉલ્ટી
શહેરમાં એકસાથે 20થી 25 લોકોને ઝાડા-ઉલ્ટી, ટેન્કરથી અપાતું પાણી પીવાથી રોગચાળો ફેલાયો હોવાનું અનુમાન. તમામ લોકોને સરટી હોસ્પિટલ ખસેડાયા.
બાયોલોજી પેપર લીક મામલો
બાયોલોજી પેપર લીક મામલો. જય સોમનાથ શાળાની માન્યતા અંગે આજે થશે ફેંસલો. શંકાસ્પદ 67 વિદ્યાર્થીઓ અંગે પણ લેવાશે નિર્ણય.
જૂથ અથડામણમાં એકનું મોત
સતલાસણના વાવ ગામમાં જૂથ અથડામણમાં એકનું મોત. મારામારી થતા ત્રણ ઈજાગ્રસ્ત. જમીન મામલે થઈ હતી મારામારી.