Kanti Amrutia Vs Gopal Italia : ગોપાલ ઈટાલિયા MLA પદેથી રાજીનામું આપશે? શું કહ્યું ઈસુદાન ગઢવીએ?
Kanti Amrutia Vs Gopal Italia : ગુજરાતના રાજકારણમાં એક નવો ચેલેન્જ વોર શરૂ થયો છે. વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને મોરબીના ભાજપ ધારાસભ્ય કાંતિ અમૃતિયા આમને-સામને આવી ગયા છે.
કાંતિ અમૃતિયાએ પોતાનું રાજીનામું લઈને ગાંધીનગર સુધી કુચ કરવાની ઘોષણા કરી છે. તેમણે ગોપાલ ઈટાલિયાને પણ ખુલ્લો પડકાર આપ્યો છે કે તે પણ મેદાનમાં ઉતરે.

આ સમગ્ર ઘટનાક્રમની વચ્ચે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, ગોપાલ ઈટાલિયા રાજીનામું આપશે નહીં.
પાર્ટી તરફથી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરાયેલા એક વીડિયો સાથે કહેવાયુ કે, વિસાવદર પેટાચૂંટણીમાં આપને મળેલી જબરદસ્ત જીત બાદ ભાજપ બોખલાઈ ગઈ છે. તેથી હવે ગોપાલ ઈટાલિયાના રાજીનામાની ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં તાજેતરમાં વરસાદના કારણે રસ્તાઓ પર ભારે પાણી ભરાઈ જવા પામ્યું છે. જેના કારણે સ્થાનિક લોકોમાં અસંતોષ જોવા મળ્યો છે.
આવી સ્થિતિમાં કાંતિ અમૃતિયાએ રાજનિતિક સ્ટન્ટ કરતા ગાંધીનગર જવાની વાત કરી છે અને ગોપાલ ઈટાલિયાને પડકાર ફેંક્યો છે.












Click it and Unblock the Notifications
