For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતી લેખક-પત્રકાર કાંતિ ભટ્ટે 88 વર્ષની ઉંમરે કહ્યા આખરી અલવિદા

ગુજરાતી લેખક-પત્રકાર કાંતિ ભટ્ટે 88 વર્ષની ઉંમરે કહ્યા આખરી અલવિદા

|
Google Oneindia Gujarati News

ગુજરાતના જાણીતા લેખક, પત્રકાર અને કટાર લેખક કાંતિભાઈ ભટ્ટનું 88 વર્ષની વયે મુંબઈના કાંદિવલીમાં નિધન થયું છે. હજુ થોડા દિવસ પહેલા જ તેમણે પોતાનો 88મો જન્મદિવસ ઉજવ્યો હતો. પોતાની લેખન કળાથી ગુજરાતી વાચકોને નવું સાહિત્ય આપનાર ટોચના કટાર લેખક આજે આપણી વચચે નથી રહ્યા. અહીં જાણો કાંતિ ભટ્ટના અંગત જીવન વિશે.

kanti bhatt

15 જુલાઈ 1931ના રોજ ભાવનગર જિલ્લાના સાંચરા ગામમાં કાંતિ ભટ્ટનો જન્મ થયો હતો. તેમના પિતા શિક્ષક અને ખેડૂત હતા. કાંતિભાઈને નાનપણથી જ ખૂબ કામ કરવાના સંસ્કાર મળ્યા હતા. તેમના કુટુંબનું મૂળ ગામ ભાવનગરનું ઝાંઝમેર ગામ હતું. કાંતિભાઈને કુલ 4 ભાઈએ અને ત્રણ બહેનો છે. મહુવામાં શાળા જીવન દરમિયાન તેઓ ઝાંઝર સામયિકના સંપાદક હતા. 1952માં તેમણે વડોદરાની મહારાજા સાયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી વાણિજ્ય વિષયમાં સ્નાતકની પદવી મેળવી હતી.

થોડો સમય કાંતિભાઈ ભટ્ટે મહાનગરપાલિકામાં કામ કર્યું. 9 વર્ષ સુધી તેમણે પોતાના કાકા સાથે મલેશિયાના પેનાંગમાં કામ કર્યું. 1966માં મુંબઈમાં તેમણે પત્રકાર તરીકે કામ શરૂ કર્યું. બાદમાં તેઓ ચિત્રલેખા, જનશક્તિ, મુંબઈ સમાચાર, સંદેશ, યુવા દર્શન, જનસત્તા જેવા વિવિધ ગુજરાતી સામાયિકો જોડે કામ કર્યું. 1977માં કાંતિભાઈએ કેનિયામાં થોડો સમય કામ કર્યું. દિવ્ય ભાસ્કરમાં કાંતિભાઈ ભટ્ટ આસપાસ અને ચેતનાની ક્ષણે નામના કટારો લખતા હતા. જેટલા લેખનકળાના દિવાના હતા તેટલા જ કાંતિભાઈ ભટ્ટ વાંચવાના પણ શોખીન છે. તેમના ઘરે 25 લાખના પુસ્તકો અને પાંચ એનસાઈક્લોપીડિયા છે.

પાણી-પાણી થઈ માયાનગરી, મુંબઈમાં આજે પણ હાઈઅલર્ટ, કેટલીય ફ્લાઈટ્સ-ટ્રેન રદપાણી-પાણી થઈ માયાનગરી, મુંબઈમાં આજે પણ હાઈઅલર્ટ, કેટલીય ફ્લાઈટ્સ-ટ્રેન રદ

English summary
kanti bhatt a gujarati writer died in age of 88 year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X