For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરણી સેનાના આમુખનું લોકાર્પણ, રાજપુતોનો ઈતિહાસ પ્રસિદ્ધ થશે

કરણી સેનાના આમુખનું લોકાર્પણ, રાજપુતોનો ઈતિહાસ પ્રસિદ્ધ થશે

By Staff
|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ આજે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ કરણી સેના આમુખનું લાકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય કરણી સેનાના ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કક્ષાએ મૂખપત્રની શરૂઆત કરવામાં આવી છે. જેમા દેશમાં રાજપૂત સમાજના ઇતિહાસને લોકો સુધી પહોંચાડવામાં આવશે. આમુખ દ્વારા સામાજિક સેવાની સાથે સાથે સમાજનો એવો ઇતિહાસ જે આજ સુધી ક્યાંય પ્રસિદ્ધ નહી ના થયો હોય તેને આ પત્રિકામામં પ્રસિદ્ધ કરવામાં આવશે.

karni sena

વધુમાં તેમણે કહ્યું કે કરણી સેનાના કામને લોકો સુધી પહોચાડવમાં આવશે. આર્મી, એરફોર્સ અને નેવી દ્વારા જે જવાનોને પરમવિરચક્રથી સમ્માનીત કરવામાં આવ્યા છે. તેને પણ આ આમુખમાં સમાવામાં આવશે. સાથે-સાથે ભારતમાં ચાલતી કરન્ટ અફેર તેમજ રાષ્ટ્રીય મુદ્દાને લોકોને માહિતી આપવામાં આવશે.

ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ, પૂર્વ આપીએસ, ડી.જી વણજારા, કે.જી વણજારા, કોંગ્રેસના ધારાસભ્ય સી.જે ચાવડા સહિતના રાજપુત સમાજના લોકો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા.

<strong>ભારત-ભૂટાન વચ્ચે 5 MoU પર હસ્તાક્ષર, પીએમ મોદીએ કહ્યું- પાડોશીના વિકાસને લઈ ભારત પ્રતિબદ્ધ</strong>ભારત-ભૂટાન વચ્ચે 5 MoU પર હસ્તાક્ષર, પીએમ મોદીએ કહ્યું- પાડોશીના વિકાસને લઈ ભારત પ્રતિબદ્ધ

English summary
karani sena launch its aamukh, history of rajputs will be written in it
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X