કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 ના 6 વર્ષ પૂર્ણ, 5,75,411 જીવ બચાવાયા
ગુજરાત સરકાર દ્વારા ચાલતી કરુણા એનિમલ હેલ્પલાઇન 1962 એ પોતાના 6 વર્ષ પૂર્ણ કર્યાં છે. સમગ્ર રાજ્યમાં કુલ 37 જેટલી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે.
આ હેલ્પલાઇનમાં રખડતા પશુ-પક્ષીઓ કે જેના કોઈ માલિક નથી, રોડ એક્સિડન્ટમાં કે કોઈ પ્રકારે ઈજા પામેલ હોય અથવા અન્ય કોઈ રીતે ઘાયલ થયેલ હોય તેવા અબોલ પશુ પક્ષીઓને સ્થળ પર જ ત્વરિત સારવાર પૂરી પાડવામાં આવે છે.

કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં આશરે 5,75,411 જેટલા જીવો બચાવ્યા છે. અમદાવાદ જિલ્લામાં આશરે 62,064 જેટલા જીવો આ સેવા દ્વારા બચાવાયા છે.
દિવસેને દિવસે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન વિશે લોકો માહિતગાર થઈ રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં પણ એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો થઈ શકે છે.












Click it and Unblock the Notifications
