PIC: ઉત્તરાયણ પર આકાશીયુદ્ધ લડશે મોદી અને કેજરીવાલ

Posted By:
Subscribe to Oneindia News

ગાંધીનગર, 6 ડિસેમ્બર: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ફોટાવાળા પતંગો તૈયાર થઇ ગયા છે. 14 જાન્યુઆરીના રોજ મકરસક્રાંતિના અવસરે આ પતંગ એકબીજાને કાપીને આકાશમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપવાના પ્રયત્નો કરશે.

આગામી લોકસભાની ચૂંટણી પહેલાં દેશના રાજકીય પરિદ્રશ્ય જોવા મળતાં પરિવર્તનો વચ્ચે પગંત બજારના ખેલાડીઓએ 'મોદી બ્રાંડ' અને 'કેજરીવાલ બ્રાંડ'ની પતંગો પગંતબાજોને આકર્ષવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

ગુજરાતના પતંગ બજારોમાં તથા ગલી મહોલ્લામાં મોદી અને કેજરીવાલના ફોટાવાળી પતંગોનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. પતંગ વિક્રેતા મનોજભાઇએ જણાવ્યું હતું કે 'આ વખતે મોદી છાપ અને કેજરીવાલ છાપ ખાસ આકર્ષણ તરીકે બજારમાં ઉતારવામાં આવી છે. તેમની કિંમત પાંચ રૂપિયાથી માંડીને પચાસ રૂપિયા છે. બજારમાં જોવા મળતી 'મોદી છાપ' પતંગો ખાસ કરીને કેસરી રંગ છે. આ પતંગો પર ગુજરાતના 63 વર્ષીય મુખ્યમંત્રી વિજય મુદ્રામાં હસતો ચહેરો છપાયેલો છે.

બીજી તરફ 'કેજરીવાલ છાપ' પતંગો પર છપાયેલા ફોટામાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી અને રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (45) પોતાના પક્ષની ટોપી પહેરેલા જોવા મળે છે.

આ પતંગ વિક્રેતાએ જણાવ્યું હતું કે પતંગબાજીની પરંપરા સાથે જોડાયેલા મકરસક્રાંતિના પર્વ દરમિયાન મોટી હસ્તિઓના ફોટાવાળા પતંગો બજારમાં જોવા મળે છે. કારણે કે સાર્વજનિક જીવનમાં તેમની લોકપ્રિયતા પર નિર્ભર કરે છે, આ મુદ્દે સીધું ગણિત છે, જે હસ્તિઓ મીડિયામાં વધુ જોવા મળે છે તેમના ફોટાવાળા પતંગો વધુ વેચાય છે.

પતંગ વિક્રેતાએ જણાવ્યું હતું કે ગત વર્ષે ઉત્તરાયણ પર બજારમાં સામાજિક કાર્યકર્તા અણ્ણા હઝારેના ફોટાવાળા પતંગોનું ધૂમ વેચાણ થયું હતું, પરંતુ આ વખતે 'અણ્ણા છાપ' પતંગોની માંગ ઠીક છે.

હસ્તિઓના ફોટાવાળા પતંગો

હસ્તિઓના ફોટાવાળા પતંગો

પતંગબાજીની પરંપરા સાથે જોડાયેલા મકરસક્રાંતિના પર્વ દરમિયાન મોટી હસ્તિઓના ફોટાવાળા પતંગો બજારમાં જોવા મળે છે.

મોદીછાપ પતંગ

મોદીછાપ પતંગ

ગુજરાતના પતંગો બજારો અત્યારે મોદી છાપ પતંગોનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. જેમાં ખાસ કરીને સરદાર પટેલ અને નરેન્દ્ર મોદીના ફોટાવાળી 'સ્ટેચ્યૂ ઓફ યુનિટિ' પતંગો લોકપ્રિય બની રહી છે.

આકાશી યુદ્ધ માટે મોદીછાપ પતંગો

આકાશી યુદ્ધ માટે મોદીછાપ પતંગો

બજારમાં જોવા મળતી 'મોદી છાપ' પતંગો ખાસ કરીને કેસરી રંગ છે. આ પતંગો પર ગુજરાતના 63 વર્ષીય મુખ્યમંત્રી વિજય મુદ્રામાં હસતો ચહેરો છપાયેલો છે.

પતંગ બજારમાં પણ મોદી-મોદી

પતંગ બજારમાં પણ મોદી-મોદી

ગુજરાતના વિવિધ શહેરોમાં નરેન્દ્ર મોદીના ફોટાવાળી પતંગોનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. મોદીછાપ પતંગોનું જે પ્રકારે વેચાણ થઇ રહ્યું છે તેનાથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતની પ્રજામાં મોદી કેટલી હદે લોકપ્રિયતા છે.

આકાશી યુદ્ધમાં મોદી V/S કેજરીવાલ

આકાશી યુદ્ધમાં મોદી V/S કેજરીવાલ

'આ વખતે મોદી છાપ અને કેજરીવાલ છાપ ખાસ આકર્ષણ તરીકે બજારમાં ઉતારવામાં આવી છે. તેમની કિંમત પાંચ રૂપિયાથી માંડીને પચાસ રૂપિયા છે.

દામિનીને શ્રદ્ધાંજલિ

દામિનીને શ્રદ્ધાંજલિ

ગત વર્ષે દિલ્હીમાં ગેંગરેપનો શિકાર બનેલી દામિનીને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાતના પતંગબાજોએ દામિની શ્રદ્ધાંજલિ અર્પતી પતંગો ચગાવીને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પી હતી.

અણ્ણાની અસર થઇ ઓછી

અણ્ણાની અસર થઇ ઓછી

ગત વર્ષે ઉત્તરાયણ પર બજારમાં સામાજિક કાર્યકર્તા અણ્ણા હઝારેના ફોટાવાળા પતંગોનું ધૂમ વેચાણ થયું હતું, પરંતુ આ વખતે 'અણ્ણા છાપ' પતંગોની માંગ ઠીક છે.

મોદી ઓલ ટાઇમ ફેવરિટ

મોદી ઓલ ટાઇમ ફેવરિટ

પતંગના વેપારીના જણાવ્યું અનુસાર છેલ્લા કેટલાક વર્ષોથી મોદીછાપ પતંગોનું વેચાણ ધૂમ થઇ રહ્યું છે. દર વખતે ઉત્તરાયણ પર મોદીછાપ પતંગોનું ધૂમ વેચાણ થાય છે. બાળકોથી માંડીને યુવાનોમાં મોદીનો ખાસ્સ્સો એવો ક્રેજ જોવા મળી રહ્યો છે.

English summary
Narendra Modi may still be the biggest hit but the kite makers of Ahmedabad could not ignore the rising star of Indian politics, Arvind Kejriwal.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.