For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોટિંગ બાદ કેશુબાપાએ કહ્યું,'અમને મળશે સ્પષ્ટ બહુમતી'

|
Google Oneindia Gujarati News

keshubhai patel
ગાંધીનગર, 13 ડિસેમ્બરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 87 બેઠકો પર થઇ રહ્યું છે. ભાજપ સાથે છેડો ફાડીને પોતાની અલગ પાર્ટી ઉભી કરનારા કેશુભાઇ પટેલે રાજકોટ ખાતે મતદાન કર્યું છે. મતદાન બાદ પણ કેશુભાઇ પટેલ નરેન્દ્ર મોદી અને ભાજપ પર પ્રહાર કરવાનું ચૂક્યા નહોતા. તેમણે કહ્યું હતું કે અમને ભાજપની જરા પણ ચિંતા નથી. આ વખતની ચૂંટણીમાં અમારી સ્પષ્ટ બહુમત છે.

કેશુભાઈ પટેલે વિસાવદરમાં મતદાન કરી પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, ચિંતા અમારે કરવાની નથી કે અમને ભાજપની કોઈ ચિંતા નથી, અમને તો અમારી ચિંતા છે. ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કામાં જીપીપીને ચોખ્ખી બહુમત મળવાની છે.

2012ની ચૂંટણીમાં ભાજપને 150 સીટ પર વિજય મળશે તેવા વજુભાઈ વાળાના દાવા અંગે કેશુભાઈ પટેલે કહ્યું હતું કે, વિરોધીઓ હંમેશા એવું જ કહે છે, વિરોધીઓ અગાઉ પણ ગપ્પાબાજી કરતા હતા અને અત્યારે પણ કરે છે. કેશુભાઇ પટેલે મત આપ્યા બાદ ઉપસ્થિત લોકોને અને ગુજરાતની પ્રજાને મોટાપાયે મતદાન કરવા અપીલ કરી હતી.

નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથણ તબક્કાનું મતદાન સૌરાષ્ટ્ર ને દક્ષિણ ગુજરાતની બેઠકો પર શરૂ થઇ રહ્યું છે. પ્રથમ તબક્કામાં 87 બેઠકો પર મતદાન શરૂ થઇ રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્રની 48 બેઠકો, દક્ષિણ ગુજરાતની 35 બેઠકો અને અમદાવાદની 8 બેઠકો છે.

English summary
keshubhai says his party get majority after gave his vote. gujarat election first phase voting start in saurashtra, south gujarat and some seat of ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X