કોરોના સામે જાગૃતતા ફેલાવવા કીર્તિદાને કરી રચના, 'કોરોના ઝટ ભાગે', જુઓ વીડિયો
કોરોના સામે જાગૃતતા ફેલાવવા કીર્તિદાને કરી રચના, 'કોરોના ઝટ ભાગે', જુઓ વીડિયો
કોરોનાવાઈરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે, દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે, આજે 17 માર્ચે પણ 4 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે અને 300થી વધુ લોકોનો આ વાયરસે ભોગ લીધો છે. લોકોમાં જાગૃતતાના અભાવે પણ આ વાયરસ વધુ ઝડપે ફેલાઈ રહ્યો હોવાનું મનાઈ રહ્યું છે, આમ તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા કોરોનાવાઈરસથી કઈ રીતે સાવચેત રહેવું તે અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી જ છે પણ બની શકે કે તમામ લોકોએ તેને ધ્યાનમાં ના લીધી હોય ત્યારે લોક કલાકાર કીર્તિદાન ગઢવીએ એક જબરદસ્ત કોરોનાની હુંડી રચી કાઢી છે.

કીર્તિદાન ગઢવીએ પોતાની રચના વિશે કહ્યું કે, 'આખું વિશ્વ જ્યારે કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગરના કલેક્ટર સાહેબે મને આવી કંઈક રચના કરવાનો આઈડિયા આપ્યો.' વધુમાં તેમણે કહ્યું કે છેવાડાના માનવી સુધી જાગૃતતા ફેલાવી શકાય એટલે સાયરામ દવેની મદદથી તરત જ આ ગીતની રચના કરી.
'કોરોના ભાગે જો જનતા સૌ જાગે તો કોરોના ઝટ ભાગે' હુંડીના શબ્દો જ લોકોને જાગૃતતા કેળવવા માટે પ્રેરી રહ્યા છે. આ હુંડી દ્વારા સામાન્ય ભાષામાં લોકોને જાગૃત કરી શકાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કીર્તિદાનભાઈ ગઢવીની આ રચનાને સોશિયલ મીડિયામાં ખુબ પસંદ કરવામાં આવી રહી છે.
અહીં જુઓ વીડિઓ












Click it and Unblock the Notifications
