પતંગ મહોત્સવ 2015: વિશ્વનાં 29 દેશનાં 150 પતંગબાજો ઉડાવશે પતંગ

ગાંધીનગર, 6 જાન્યુઆરી: તા. ૭ થી ૧૩ જાન્યુખઆરી દરમ્યાન યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં રાજયના ૫તંગબાજો સાથે દેશ-વિદેશનાં ૫તંગબાજો ૫ણ પોતાનું કૌશલ્ય લોકો સમક્ષ રજુ કરશે. પતંગ ઉત્સવ દરમિયાન તા. 09-01-15 ના રોજ સાંજે 06-30 વાગ્યે , સાબરમતી રીવર ફ્રંટ ખાતે પ્રવાસન દ્વારા ક્રાફ્ટ સ્ટોલને શહેરની જનતા અને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે. ત્યારબાદ પ્રવાસન મંત્રી સૌરભ પટેલ, રાજ્યકક્ષાનાં પ્રવાસન મંત્રી જયેશ રાદડીયા, અને નિગમનાં ચેરમેન કમલેશભાઈ પટેલ દ્વારા તુક્કલ ઉડાવવામાં આવશે.

આ પ્રસંગે પ્રવાસન વિભાગનાં ઉચ્ચ અધિકારી પણ હાજર રહેશે. તો સાંજે 00-07 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે. આ જ સ્થળે તા. 10-1-15ના રોજ સવારના 9-00 કલાકે રાજયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2015 ને વિધિવત રીકે ખુલ્લો મુકશે અને ૫તંગબાજોના ઉત્સાહને વધારશે. આ પ્રસંગે રાજ્યનાં પ્રવાસનમંત્રી સૌરભ પટેલ, રાજ્યકક્ષાનાં પ્રવાસન મંત્રી માનનીય જયેશ રાદડીયા, નિગમનાં ચેરમેન કમલેશભાઈ પટેલ, અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.

kite-festival

આંતરરાષ્ટ્રીય ૫તંગ મહોત્સવ-2 015
આ પ્રસંગે યોજાનાર સમારોહમાં ભાગવત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા ‘આદિત્ય સ્તુતિ' પ્રસ્તુત કરાશે. સૂર્યની સ્તુતિની સાથે ર૦૦૦ વિદ્યાર્થીઓ દ્વારા ‘સુર્ય નમસ્કાર' સ્વરૂપે અંગ કસરતના કરતવ રજૂ કરાશે. આ પ્રસંગે દેશ-વિદેશનાં વિવિધ ૫તંગબાજો દ્વારા માર્ચ પાસ્ટ ૫ણ કરવામાં આવશે.

આ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં ભાગ લેનાર દેશોમાં મલેશિયા, નાઈજીરીયા, અર્જેન્ટીના, પોલેન્ડ, યુક્રેઈન, યુ.એસ.એ., યુકે, અફઘાન, બાંગ્લાદેશ, બોત્સવાન, ભુટાન, કોંગો, જર્મની, ફ્રાન્સ, ઈથોપીયા, ફીજી, ઘાના, ગુઆના, કેન્યા, નેપાળ, મોંગોલીયા, મ્યાનમાર, નાઈજીરીયા, રવાન્ડા, યુગાન્ડા, શ્રીલંકા, સીરીયા, તજાકીસ્તાન, અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે. તથા રાજ્યની વાત કરીએ તો, કેરળ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, મધ્યપ્રદેશ ગુજરાત, રાજસ્થાન, ચંદીગઢ, અને ઉત્તરપ્રદેશ નાં પતંગબાજો ભાગ લઈ રહ્યાં છે. જે રીવરફ્રન્ટ ખાતે હાજર રહી પોતાની નવિનતમ બનાવટની વિવિધ પતંગ ઉડાવશે.

રાજ્યનાં ચાર મોટા શહેરોમાં પણ થશે આંતરરાષ્ટ્રીય ૫તંગ મહોત્સવની ઉજવણી
૨૭માં આંતર આંતરરાષ્ટ્રીય ૫તંગ મહોત્સવની રાજ્યનાં ચાર મોટા શહેરો જેવા કે, રાજકોટ, વડોદરા, સુરત અને ભાવનગર ખાતે ઉજવણી કરવામાં આવશે. જેમાં ૮ જાન્યુઆરીનાં રોજ વડોદરાનાં નવલખી ગ્રાઉન્ડ ખાતે, તારીખ ૧૦ થી ૧૩ દરમ્યાન અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે, તો ૧૩ તારીખે રાજકોટ ખાતે અને ભાવનગરનાં જવાહર ગ્રાઉન્ડ તથા સુરતનાં રીવરફ્રન્ટ ખાતે અને ૧૪ જાન્યુઆરીનાં રોજ અમદાવાદનાં પોળ વિસ્તારમાં આ ઉજવણી થનાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X