વિધાનસભા ગૃહમાં ‘ગુજરાત અનઅઘિકૃત બાંઘકામ નિયમિત કરવા બાબત વિધેયક, ૨૦૨૨’ વિના વિરોધે પસાર કરાયું
ગુજરાત વિધાનસબામાં અધઅધિકૃત બાંધકામ અંગેના બીલને સર્વાનુમતે મંજુરી મળી ગઇ હતી. હવે રાજ્યમાં નગરપાલીકા અને મહાનગરપાલિકા હસ્તના જે કોઇ અનઅધિકૃત બાંધકામો હશે તેને અધિકૃત કરી શકાશે.
ગુજરાત વિધાનસભામાં અનઅધિકૃત બાધકામને લગતુ વિધેયક સર્વાનુમતિએ ગુજરાત વિધાનસબામાથી પસાર કરવામાં આવ્યુ હતુ. આ બીલને શહેરી વિકાસ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રજી કરવામાં આવ્યુ હતુ. વિરોધ પક્ષો દ્વારા સુચવામાં આવેલા સૂચનોને માન્ય રાખવામાં આવ્યા હતા. જેથી કરીને આ બીલ સર્વાનુમતીએ પસાર થઇ શક્યુ હતુ.

રાજયની તમામ મહાનગરપાલિકાઓ, શહેરી વિકાસ સત્તામંડળો અને નગરપાલિકાઓ વિસ્તારમાં તા.૦૧ ઓક્ટોબર ૨૦૨૨ પહેલા થયેલા અનઅધિકૃત બાંધકામો નિયમિત કરી શકાશે. વટહુકમની તારીખ ૧૭ ઓક્ટોબર ૨૦૨૨થી ચાર માસમાં આ બાંધકામો નિયમિત કરવા મકાન માલિક-કબજેદારોએ e-nagar પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ ઉપરાંત માર્જિન, બીલ્ટયઅપ, મકાનની ઊંચાઈ, ઉપયોગમાં ફેરફાર, કવર્ડ પ્રોજેક્શન, પાર્કિગ (ફકત ૫૦% માટે ફી લઈ), કોમન પ્લોનટ (૫૦ % કવરેજની મર્યાદાને આધીન અને માત્ર મળવા પાત્ર ઉપયોગ), સેનિટરી સુવિધા ફી લઈ નિયમબધ્ધઈ થઇ શકશે.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે અરજીની તારીખથી છ માસમાં અનઅધિકૃત બાંધકામ કોઇપણ શરત સાથે કે તે સિવાય નિયમબદ્વ કરવા અંગે હુકમ અથવા નિયમબદ્વ કરવા માટેનો હુકમ કરવાનો રહેશે. જ્યારે ફી ભરવાની સમય મર્યાદા બે માસની રહેશે. સત્તામંડળના નિર્ણયથી નારાજ થયેલ વ્યકિત, આ નિર્ણય મળ્યાના ૬૦ દિવસમાં અપીલ અધિકારી સમક્ષ અપીલ કરી શકશે. અપીલ અધિકારીને જરૂર લાગે તો બીજા ૬૦ દિવસ અપીલ કરવા માટે આપી શકશે.
મંત્રી પટેલે કહ્યું હતું કે તા. ૦૧ ઓક્ટોબર ૨૦૨૨ પહેલાનું બાંધકામના આધાર માટે નિયત તારીખ પહેલાનો મિલકત ભોગવટા અંગે, મકાનવેરાની આકારણી/ઈલેક્ટ્રીસિટી બીલ રજૂ કરવાનુ રહેશે. ખોટી માહિતી રજૂ કરનાર અરજદાર સામે ફોજદારી કાયદા મુજબ કાયદેસરની કાર્યવાહી થઇ શકશે. નવી શ૨તની જમીનમાં થયેલ બાંધકામો નિયમિત કરી શકાશે નહીં. અનધિકૃત બાંધકામ નિયમબદ્વ કરવા માટે રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવાથી સંબઘિત માલીક કે કબ્જેૃદાર, એન્જીનીયર કે આર્કીટેકટ તેમની કોઇપણ જવાબદારીઓમાંથી છટકી શકશે નહીં.
અનઅધિકૃત બાંધકામ નિયમબદ્વ કરતાં એકત્ર થતી વસુલાતની રકમ "આંતરમાળખાકીય વિકાસ ભંડોળ" (Infrastructure Development Fund) તરીકે આંતરમાળખાકીય સવલતો વધુ સુસજજ કરવા, ફાયર સેફટી સવલતો ઉભી કરવા, પાર્કીગની જોગવાઇ કરવા તેમજ ૫ર્યાવરણ સુઘારણા માટે કરાશે.
મંત્રીએ વિધેયકની જોગવાઇઓ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે જે કિસ્સામાં મળવાપાત્ર એફ.એસ.આઇ. ૧.૦ થી ઓછી હોય તેમાં, રહેણાંક ઉ૫યોગ સિવાયના (દા.ત. વાણીજય, શૈક્ષણીક, આરોગ્ય, ઔઘોગીક વિગેરે) બાંઘકામોમાં સીજીડીસીઆર મુજબ મહત્તમ મળવાપાત્ર FSI કરતા ૫૦ % વઘારે FSI થતી હોય તેવા બાંઘકામો નિયમબધ્ધત થઇ શકશે નહી. વઘુમાં પ્લોષટની હદથી બહાર નિકળતા પ્રોજેકશનવાળા, પાણી પુરવઠા, ગટર વ્યઇવસ્થા , પાણીના નિકાલ, ઇલેકટ્રીક લાઇન, ગેસ લાઇન અને જાહેર ઉપયોગી સેવાઓ ઉપર કરેલ બાંધકામ આ અઘિનિયમ હેઠળ નિયમબધ્ધન થઇ શકશે નહી.
આ સિવાય સરકારી, સ્થાપનિક સત્તામંડળોની જમીનો ૫રના બાંઘકામ, ચોકકસ હેતુ માટે સંપાદન/ ફાળવણી કરાયેલ જમીનો, જાહેર રસ્તાતમાં આવતી જમીનો, જળ પ્રવાહ અને જળ સ્ત્રોેત જેવા કે તળાવ, નદી, કુદરતી જળપ્રવાહ વિગેરે, ઓબ્નોીક્ષિયસ અને હેઝાર્ઙસ ઔધોગિક વિકાસના હેતુ માટે નિયત કરાયેલ વિસ્તારરવાળા બાંઘકામો નિયમબધ્ધે થઇ શકશે નહી. જ્યારે શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ રમત-ગમતના મેદાનમાં થયેલ અનઅઘિકૃત બાંઘકામ નિયમબધ્ધ્ થઇ શકશે નહી. ફાયર સેફટીના કાયદા મુજબ સુસંગત ન હોય, સ્ટ્રંકચરલ સ્ટેબીલીટીની જરૂરીયાત જળવાતી ન હોય, રેરા કાયદા હેઠળ ઠરાવેલ અનઅઘિકૃત બાંઘકામ, ગુજરાત કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટ કાયદા, ૨૦૨૧ સાથે સુસંગત ન હોય તેવા બાંઘકામો નિયમબધ્ધલ થઇ શકશે નહી તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રીએ વધુમાં કહ્યું હતું કે નિયત પાર્કીગની જોગવાઇ પૈકી ૫૦ % પાર્કીગ માલીક / કબ્જેદારે જે તે સ્થળે પુરી પાડવાની રહેશે. જે કિસ્સામાં ૫૦ % પાર્કીગની જરૂરીયાત જે તે સ્થળે પુરી પાડી શકાય તેમ ન હોઇ ત્યાુરે નિર્દિષ્ટુ સત્તામંડળ આવી સુવિધા ૫૦૦મી.ની ત્રીજયામાં ૦૩ માસમાં પૂરી પાડવા જણાવશે. બાકીના ૫૦ % પાર્કીગ માટે ફી લઈ બાંઘકામો નિયમબધ્ધ્ થઇ શકશે. આ અઘિનિયમની જોગવાઇથી અનધિકૃત વિકાસ અથવા તેના ભાગના નિયમિતકરણથી તે મકાન/ બિલ્ડીંગ માટે સી.જી.ડી.સી.આર. કે અન્ય સંબઘિત કાયદા હેઠળ આ૫વામાં આવતી વ૫રાશની પરવાનગી (બી.યુ.પી.) માનવામાં આવશે.
મંત્રીએ કહ્યું હતું કે રાજય સરકાર દ્ધારા ફી નું ઘોરણ ખુબ જ વાજબી રખાયું છે જેથી મોટી સંખ્યામાં નાગરિકો આ અઘિનિયમની જોગવાઇઓનો લાભ લઇ શકે અને પોતાના મકાનો કે વ્યવસાયના એકમોને નિયમબઘ્ઘ કરાવી પોતાના જીવનમાં ઘરના ઘરનુ સ્વપ્ન સાકાર કરી શકે તેવો અભિગમ છે. ૫રંતુ સરકાર આ સાથે ખાસ કરી હેતુફેર એટલે કે રહેણાંકના નકશા મંજૂર કરાવી સ્થળ ૫ર વાણીજય કે હોસ્પિટલ પ્રકારના બાંઘકામ કર્યા હોય તે માટે નિયત કર્યા મુજબ બમણી ફી ચુકવવાની રહેશે.
મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે અન્ય રીતે બાંઘકામ મંજૂર નકશા પ્રમાણે કે સી.જી.ડી.સી.આર. પ્રમાણે જણાતું હોય ૫રંતુ પાર્કીગ નિયમ મુજબ રાખવામાં આવેલ ન હોવાથી વિકાસ નિયમિત થઇ શકતો ન હતો. આથી સરકાર દ્ધારા નિયમ મુજબના પાર્કીગના ક્ષેત્રફળ પૈકી ૫૦% નું પાર્કીગ જે તે જગ્યાએ કે ૫૦૦મી. ના અંતર સુઘીમાં પાર્કીગ આપી શકે તો બાકીના પાર્કીગ માટે ઉ૫ર મુજબ ફી લઇ નિયમબદ્ધ થઇ શકે. એટલે કે ૩૦૦ચો.મી.ના બાંઘકામમાં સી.જી.ડી.સી.આર. પ્રમાણે ૩૦% લેખે ૯૦ ચો.મી.નું પાર્કીંગ રાખવાનું થતુ હોય તો ૯૦ ચો.મી.ના ૫૦% એટલે કે ૪૫ ચો.મી.નુ પાર્કીંગ જે તે જગ્યાએ અથવા ૫૦૦ મી.ના અંતરમાં આ૫વાનું રહેશે. તેમજ બાકીના ૪૫ ચો.મી.ના સુચવેલ જંત્રી દર મુજબ રકમ વસુલીને આ અનઅઘિકૃત બાંઘકામને નિયમિત કરવામાં આવશે.
આ ઉપરાંત સામાન્ય રીતે એક થી વઘુ મકાનો કે દુકાનોના કિસ્સામાં કબ્જેદાર/ માલીકની સંખ્યા એકથી વઘુ હોય, અનઅઘિકૃત વિકાસ નિયમિત કરવા માટેની અરજી બાબતે એકસુત્રતા થઇ શકતી નથી. તમામ કબ્જેદાર/ માલીક સાથે મળીને અરજી કરવા તૈયાર ન થાય તેવા કિસ્સામાં વિકાસ નિયમિત કરવો મુશ્કેલ બને છે. રાજય સરકાર દ્ધારા આ બાબતે ખાસ ઘ્યાન રાખીને કોઇ એક કબ્જેદાર/માલીક કે એક દુકાન કે મકાન માટે વિકાસ નિયમિત કરવા અરજી કરે તો ઘ્યાને લેવા માટે ૫ણ જોગવાઇ કરવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મંત્રીએ વધુમાં કહ્યું હતું કે જેમાં એક કરતા વઘુ માલીકો અથવા કબ્જો ઘરાવનારા અનઅઘિકૃત વિકાસની આંશીક અથવા સમગ્રત: સુવિઘા મેળવતા હોય તેવા કિસ્સામાં, આવા તમામ માલીકો અથવા કબ્જો ઘરાવનારાએ, મુકરર સત્તાઘિકારીને સંયુકત રીતે અરજી કરવાની રહેશે. સત્તાઘિકારીને યોગ્ય લાગે તેવી તે પ્રકારની તપાસ કર્યા ૫છી ખાતરી થાય તો તેઓ ઓછી સંખ્યામાં માલીકો અથવા કબ્જો ઘરાવનારાને અરજી કરવાની ૫રવાનગી આપી શકશે.
ગુજરાતમાં વસતા નાગરીકોને ગેરકાયદેસરતાના અભિશાપમાંથી મુક્તિ અપાવવાનું આ શ્રેષ્ઠ પગલું વર્તમાન સરકાર દ્વારા ભરવામાં આવ્યું છે જે ગુજરાતીઓને સ્વાભિમાન બક્ષવાનો એક સરાહનીય પ્રયાસ છે તેમ મંત્રીશ્રી ઋષિકેશ પટેલે ગૃહમાં જણાવ્યું હતું.
વિધાનસભા ગૃહમાં 'ગુજરાત અનઅઘિકૃત બાંઘકામ નિયમિત કરવા બાબત વિધેયક, ૨૦૨૨' વિના વિરોધે પસાર કરાયું હતું.
અનઅધિકૃત બાંધકામ નિયમબધ્ધ કરવા માટે ફી/રકમના વિવિધ દર આ મુજબ રહેશે.
A. પાર્કિંગ સિવાયના હેતુઓ માટે:
અનઅધિકૃત બાંધકામનો કુલ વિસ્તાર ફી નો દર
1 2
1. ૫૦ ચો.મી. સુધી રૂા.૩,૦૦૦/-
2. ૫૦ ચો.મી.થી ૧૦૦ ચો.મી સુધી રૂા.૬,૦૦૦/-
3. ૧૦૦ ચો.મી.થી ૨૦૦ ચો.મી સુધી રૂા.૧૨,૦૦૦/-
4. ૨૦૦ ચો.મી.થી ૩૦૦ ચો.મી સુધી રૂા.૧૮,૦૦૦/-
5. ૩૦૦ ચો.મી.થી વધુ રૂા.૧૮,૦૦૦/-તેમજ વધારાના
રૂા.૧૫૦/- દર ચો.મી (૩૦૦ચો.મીથી વધુના ક્ષેત્રફળ માટે)
a. રહેણાંક ઉપયોગ સિવાયના અન્ય ઉપયોગ માટે, ઉપર જણાવ્યા મુજબથી ડબલ એટલે કે બમણા દરો લાગુ પડશે.
b. અપુરતી સેનેટરી સુવિધાઓના કિસ્સામાં, ઉપરોક્ત ફી ઉપરાંત રૂ. 7,500/- ચૂકવવાનું રહશે.
B. પાર્કિંગના હેતુ માટે:
વિગત ફી નો દર
૧ ૨
1. રહેણાંક માટે ખૂટતી પાર્કિંગ જગ્યા જંત્રીના ૧૫ %
2. રહેણાંક સિવાયના હેતુ માટે ખૂટતી પાર્કિંગ જગ્યા જંત્રીના ૩૦ %












Click it and Unblock the Notifications
