Gujarat Assembly Election 2022 : જાણો રાધનપુર વિધાનસભા બેઠકનું સમીકરણ, જ્યાં અલ્પેશ ઠાકોરને મળી હતી જીત અને હા

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં કોઇને પણ પૂછો કે શું ચાલી રહ્યું છે તો એક જ જવાબ મળશે, ચૂંટણી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે.

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં કોઇને પણ પૂછો કે શું ચાલી રહ્યું છે તો એક જ જવાબ મળશે, ચૂંટણી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ફોર્મ ભરાવાની, ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. આ સમયે નારાજ નેતાઓ અને પક્ષપલટુ પોતાના ફાયદા મુજબ પક્ષમાં જોડાવાની અને છોડવાની પ્રક્રિયા પણ કરી ચુક્યા છે.

આવા સમયે આવા જ એક યુવા નેતા અલ્પેશ ઠાકોર વિશે વાત કરીશું, જેઓ 2017માં કોંગ્રેસ તરફથી લડ્યા અને જીત્યા હતા. જે બાદ કોંગ્રેસ છોડીને તેઓ ભાજપમાં જોડાઇ ગયા હતા. જે બાદ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રધુભાઇ દેસાઇએ અલ્પેશ ઠાકોરને કારમી હારનો સ્વાદ ચખાડ્યો હતો.

હવે અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. જ્યારે રાધનપુર વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે લવિંગજી ઠાકોરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

2017માં કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોરની જીતી

2017માં કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોરની જીતી

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રાધનપુર વિધાનસભા બેઠક પરથી લવિંગ જી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા, જ્યારે કોંગ્રેસ તરફથી અલ્પેશ ઠાકોર ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.

અલ્પેશે ભાજપના ઉમેદવાર લવિંગ જી ઠાકોરને 14,000 મતોના માર્જિનથી હરાવ્યા હતા.આ ચૂંટણીમાં કુલ 17 ઉમેદવારો મેદાનમાં હતા. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો સિવાય બાકીના 15 ઉમેદવારોની ડિપોઝીટ પણ જપ્ત થઈ હતી.

અલ્પેશના રાજીનામા બાદ 2019માં યોજાયેલી પેટાચૂંટણીમાં પણ ભાજપની હાર

અલ્પેશના રાજીનામા બાદ 2019માં યોજાયેલી પેટાચૂંટણીમાં પણ ભાજપની હાર

અલ્પેશ ઠાકોર જૂન 2019માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. અલ્પેશના રાજીનામા બાદ યોજાયેલી રાધનપુર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીમાં અલ્પેશને કોંગ્રેસના રઘુભાઈ દેસાઈએ 3,800 મતોથી કારમી હારનો સ્વાદ ચખાડ્યો હતો. ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણી માટે રાધનપુર વિધાનસભા બેઠક પરથી પોતાના 2017ના ઉમેદવાર લવિંગજી ઠાકોરને ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. આવા સમયે કોંગ્રેસે તેના વર્તમાન ધારાસભ્ય રઘુભાઈ દેસાઈને જ ટિકિટ આપી છે. આ સીટ પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જેનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે.

પાટણ જિલ્લામાં 2017માં કોંગ્રેસે જીતી હતી ત્રણ બેઠકો

પાટણ જિલ્લામાં 2017માં કોંગ્રેસે જીતી હતી ત્રણ બેઠકો

રાધનપુર બેઠક પાટણ જિલ્લાની ચાર બેઠકો પૈકીની એક બેઠક છે. 2017માં કોંગ્રેસે જિલ્લાની ચારમાંથી ત્રણ બેઠકો જીતી હતી. આવા સમયે,ભાજપ એક બેઠક જીતવામાં સફળ રહ્યું હતું.

2012ની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો

2012ની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો

2012ની ચૂંટણીમાં આ સીટ ભાજપે જીતી હતી. ભાજપના નાગરજી ઠાકોરે કોંગ્રેસના ઉમેદવાર ભાવસિંહજી રાઠોડને 3000 મતોની સરસાઈથીહરાવ્યા હતા.

2012ની ચૂંટણીમાં કુલ દસ ઉમેદવારો આ બેઠક માટે મેદાનમાં હતા. આ ચૂંટણીમાં પણ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને બાદ કરતાં બાકીના આઠ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો

પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે 5 નવેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નોમિનેશન 14નવેમ્બર સુધી ભરવામાં આવ્યું હતું.

15 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રોની ચકાસણી અને 17 નવેમ્બર સુધી નામાંકન પરત ખેંચવાની પ્રક્રિયાહાથ ધરવામાં આવી હતી. જે બાદ હવે 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબ્બાકાનું મતદાન થશે.

આવી જ રીતે બીજા તબક્કામાં 93 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. 17નવેમ્બર સુધી નામાંકન ભરવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્રોની ચકાસણી 18 નવેમ્બરના રોજ થઈ હતી.

આવા સમયે સમયે નામો પાછાખેંચવા માટે 20 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે બંને તબક્કાનીમત ગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X