કોરોના સંકટમાં શું સ્વીમિંગ પુલમાં ન્હાવુ સેફ છે? જાણો જવાબ

એક સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે કોરોના વાયરસની મહામારી દરમિયાન શું બીચ અને પુલમાં ન્હાવુ સુરક્ષિત છે? આવો જાણીએ આ વિશે શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ?

કોરોના મહામારી સામે અત્યારે આખો દેશ લડી રહ્યો છે. દુનિયાના અલગ અલગ દેશોમાં વેક્સીન બનાવવા માટે કોશિશ ચાલી રહી છે. પરંતુ હજુ સુધી કોઈ પણ દેશ આ દિશામાં સફળતા મેળવી શક્યુ નથી. કોરોના વાયરસના સંક્રમણથી ખુદને બચાવવા માટે સોશિયલ ડિસ્ટંસીગ, ચહેરા પર માસ્ક અને હાથને વારંવાર ધોવા જ એકમાત્ર ઉપાય છે. આ દરમિયાન એક સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે કોરોના વાયરસની મહામારી દરમિયાન શું બીચ અને પુલમાં ન્હાવુ સુરક્ષિત છે? આવો જાણીએ આ વિશે શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ?

'એવા કોઈ પુરાવા નથી, જેનાથી...'

'એવા કોઈ પુરાવા નથી, જેનાથી...'

હેલ્થ એક્સપર્ટ્સનુ આ વિશે સ્પષ્ટપણે કહેવુ છે કે જો બીચ કે પુલમા ન્હાતી વખતે પાણી અંદર અને બહાર સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરવામાં આવે તો તમે કોરોના વાયરસના સંક્રમણથી બચી શકો છો. અમેરિકાના રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્રના જણાવ્યા મુજબ હજુ સુધી એવા કોઈ પુરાવા મળ્યા નથી જેના આધારે એ કહી શકાય કે કોરોના વાયરસ હૉટ ટબ, સમુદ્ર, નદી કે પુલમાં પાણીની અંદર એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાઈ શકે છે. ક્લોરીન જેવા પુલ કીટાણુનાશક પણ વાયરસ સામે સુરક્ષાની એક લેયર પૂરી પાડે છે.

શું શું સાવચેતી રાખવી જોઈએ

શું શું સાવચેતી રાખવી જોઈએ

જો કે આવી જગ્યાઓએ ભીડ ભેગી થવાનુ જોખમ રહે છે. આ જ કારણ છે કે પુલ અને સમુદ્ર કિનારાઓને ફરીથી ખોલવામાં ઘણા નિયમ લાગુ કરવામાં આવ્યા છે. આ નિયમોમાં લોકોની સીમિત સંખ્યા અને ફેસ માસ્ક જેવી સાવચેતીઓ પણ શામેલ છે. હેલ્થ એક્સપર્ટ્સનુ કહેવુ છે કે આ ગરમીમાં જે લોકો બીચ કે પુલ પર જવાનુ વિચારી રહ્યા છે તેમણે બીજા લોકોથી ઓછામાં ઓછુ 6 ફૂટનુ અંતર રાખવુ જોઈએ. ચહેરા પર માસ્કનો ઉપયોગ કરવો જોઈએ, સતત પોતાના હાથ જોવા જોઈએ અને જો સારુ ન અનુભવતા હોય તો પોતાના ઘરની અંદર જ રહેવુ જોઈએ.

લક્ષણો વિનાના દર્દીઓનુ સંક્રમણનો કેટલો ખતરો?

લક્ષણો વિનાના દર્દીઓનુ સંક્રમણનો કેટલો ખતરો?

તમને જણાવી દઈએ કે આ પહેલા એક સવાલ એ પણ ઉઠ્યો હતો કે જે દર્દીઓમાં કોરોના વાયરસના લક્ષણ દેખાતા ન હયો, શું તેમનાથી બાકીના લોકોને સંક્રમણ ફેલાવાનો ખતરો છે. આ મામલે વિશ્વ સંગઠને પહેલા કહ્યુ કે લક્ષણોવાળા દર્દીઓથી કોરોના વાયરસનુ સંક્રમણ ફેલાવાનુ જોખમ એકદમ ઓછુ છે પરંતુ આગલા દિવસે જ આ નિવેદન પર યુટર્ન લીધો. કોરોના વાયરસની મહામારી દરમિયાન અમેરિકા અને બ્રાઝિલ પણ સતત વિશ્વ આરોગ્ય સંગઠનના વલણ પર સવાલ ઉઠાવતા રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X