For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કોણ છે તે ત્રણ ગુજરાતી નેતાઓ જેમને મળ્યું મોદીની કેબિનેટમાં સ્થાન

|
Google Oneindia Gujarati News

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના ત્રણ નેતાઓને મોદીની કેબિનેટમાં સ્થાન મળ્યું છે. પુરુષોત્તમ રૂપાલા જેવા એક સમયે મોદીના ડાબા હાથ ગણાતા ભાજપના વરિષ્ઠ નેતાને જ્યાં કેબિનેટ મંત્રીના બદલે રાજ્ય મંત્રી તરીકે જ ખુશ થવું પડ્યું છે ત્યાં જ મનસુખ માંડવિયા અને જસવંતસિંહ ભાભોરે પણ મંત્રી તરીકે શપથ લીધા છે.

જો કે નોંધનીય વાત તો એ છે કે મોદીના વિસ્તરણમાં સૌથી વધુ લાભ મધ્યપ્રદેશના નેતાઓને થયો છે. પ્રકાશ જાવડેકર સમેત કુલ 5 મધ્યપ્રદેશના નેતાઓનો કેબિનેટમાં સમાવેશ થયો છે. તો બીજી તરફ રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના કુલ 3-3 નેતાઓને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. જો કે પુરુષોત્તમ રૂપાલાનું નામ કેબિનેટના વિસ્તરણ વખત જ પાક્કુ માનવામાં આવતું. ત્યારે ગુજરાતના આ ત્રણ નેતાઓનો અહીં સુધીના સફર વિષે વધુ જાણો નીચેના આ આર્ટીકલમાં...

પુરુષોત્તમ રૂપાલા

પુરુષોત્તમ રૂપાલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ પુરુષોત્તમ રૂપાલાને તેમના ડાબા હાથ માનવામાં આવતા હતા. એટલું જ નહીં વડાપ્રધાન પદ તરીકે મોદીનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે પણ તેમણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પક્ષ પ્રચારનું કામ કર્યું હતું. હામપુર શાળામાં પ્રિન્સિપાલથી લઇને કેબિનેટમાં મંત્રી તરીકે પુરુષોત્તમ રૂપાલાએ મોટી મંજર કાપી છે.

પુરુષાત્તમ રૂપાલા

પુરુષાત્તમ રૂપાલા

મોદીની કેબિનેટમાં રાજ્યમંત્રી બન્યા પહેલા પુરુષોત્તમ રૂપાલાએ ગુજરાતમાં પણ અનેક મહત્વના પદો સંભાળ્યા છે. ત્રણ વાર ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઇને આવેલા રૂપાલાએ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કૃષિ વિભાગ લઇને શીપીંગ, કાયદો અને ન્યાય જેવા મંત્રાલય સંભાળ્યા છે.

અનામત મામલે વિવાદ

અનામત મામલે વિવાદ

જો કે પુરુષોત્તમ રૂપાલા ખુદ એક કડવા પાટીદાર છે પણ તેમ છતાં રાજ્યમાં જ્યારે પાટીદાર અનામત આંદોલન થયું ત્યારે તેમને તેમના જ સમાજના લોકો તરફથી જાકારો મળ્યો હતો.

રાષ્ટ્રીય ઉપપ્રમુખ

રાષ્ટ્રીય ઉપપ્રમુખ

જો કે તે બાદ તેમને 2014માં ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હતા. અને હાલમાં જ તેમણે રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા. ત્યારે ગુજરાતમાં ભાજપની થીંક ટેન્ક ગણાતા અને મોટી વગ ધરાવતા રૂપાલાને આજે મોદી કેબિનેટમાં સમાવવામાં આવ્યા છે.

જશવંતસિંહ ભાંભોર

જશવંતસિંહ ભાંભોર

પુરુષોત્તમ રૂપાલા બાદ અન્ય ગુજરાતના બીજા રાજ્યમંત્રી જસવંત સિંહ ભાંભોર દાહોદના ભાજપના સાંસદ છે.

મનસુખ માંડવિયા

મનસુખ માંડવિયા

ગુજરાતમાં થયેલા પાટીદાર અનામત આંદોલનમાં મનસુખ માંડવિયા જે રીતે આ આંદોલનને શાંત પાડવા માટે જહેમત કરી હતી તેને જોતા લાગતું હતું કે ગુજરાતના પાટીદારોને ખુશ કરવા માટે આ પાટીદાર નેતાનું નામ કેબિનેટમાં આવશે. અને તેવું થયું. 2002થી ગુજરાતના ધારાસભ્ય તરીકે જોડાયેલા મનસુખ માંડવિયાને પણ મોદી સરકારના કેબિનેટ વિસ્તરણમાં આજે રાજ્ય મંત્રી તરીકે સમાવવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર

ગુજરાત સિવાય મહારાષ્ટ્રના પણ ત્રણ મોટા નેતાઓને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. જેમાં રામદાસ અઠાવલેનું નામ મહત્વનું છે. અઠાવલેના દલિત કાર્ડ અને શિવસેના અને ભાજપ સાથેના તેના લાંબા સમયના જોડાણે આજે તેમને આ રાજ્યમંત્રીનું પદ અપવવામાં સફળતા આપવી છે. આ ઉપરાંત સુભાષ ભામરે અને વિજય ગોયલને પણ રાજ્યમંત્રી તરીકે પદ મળ્યું છે.

English summary
know more about the three newly joined gujarati minister in the modi cabinet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X