For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કચ્છના હરામીનાળામાંથી 7 પાકિસ્તાની બોટ, 5 લોકો ઝડપાયા

કચ્છમાં ફરી એક વાર બીએસએફ દ્વારા પાકિસ્તાની બોટ પકડવામાં આવી છે. હરામીનાળામાંથી બીએસએફ એ 5 બોટ અને 3 પાકિસ્તાની નાગરિકોને પકડ્યા છે. વધુ વાંચો અહીં.

By Oneindia
|
Google Oneindia Gujarati News

કચ્છના હરામીનાળામાંથી બીએસએફે પેટ્રોલિંગ વખતે 5 પાકિસ્તાની બોટને ઝડપી પાડી હતી. સાથે જ આ 5 પાકિસ્તાની બોટમાંથી 3 પાક. ઘુસણખોર પણ ઝડપાયા હતા. નોંધનીય છે કે, આ 5 બોટ પિલર નંબર 1170 નજીકથી ઝડપાઇ હતી અને આ બોટ સાથે જે ત્રણ લોકો ઝડપાયા હતા તે તમામ પાકિસ્તાની નાગરિક હતા. ત્યાર બાદ વધુ એક પાકિસ્તાની બોટ અને 2 પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાયા હતા. કુલ 5 પાકિસ્તાનો માછીમારો અને 7 પાકિસ્તાની બોટ ઝડપાઇ છે, આ સૌને વધુ તપાસ માટે BOP લાવવામાં આવ્યા છે. 5 બોટ ઝડપાયા બાદ બીએસએફ દ્વારા આ વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં વધુ એક બોટ અને 2 ઘુસણખોરો ઝડપાયા હતા. હાલ આ પાકિસ્તાની લોકોની બીએસએફ દ્વારા પ્રાથમિક પૂછપરછ થઇ રહી છે.

Pakistan

ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતમાં ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણી થવાની હોવાના લીધે સમગ્ર વિસ્તારમાં તપાસ સઘન કરવામાં આવી છે. અને આતંકી પ્રવૃત્તિ ના થાય તેની તકેદારીના પગલે કચ્છના વિસ્તારોમાં બીએસએફ દ્વારા પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે. બીજી તરફ અવારનવાર હરામીનાળામાંથી પાકિસ્તાની બોટ પકડાઇ જવાની ઘટનાઓ સામે આવતી રહે છે. જે અંતર્ગત શુક્રવારે પણ ત્રણ પાકિસ્તાની નાગરિકોની બીએસએફ દ્વારા ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

English summary
Kutch : 5 Pakistani boats and 3 Pakistani citizen captured by BSF. Read here more on this news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X