લૉકડાઉનની ઐસી કી તૈસી, કચ્છ ભાજપ પ્રમુખના ભાઈ પાસેથી મળ્યો દારૂ અને ચાકુ

લૉકડાઉનની ઐસી કી તૈસી, કચ્છ ભાજપ પ્રમુખના ભાઈ પાસેથી મળ્યો દારૂ અને ચાકુ

આખે દેશ કોરોના સામે લડત લડી રહ્યો છે. 25 માર્ચથી દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે કચ્છ ભાજપ પ્રેસિડેન્ટનો ભાઈ કાયદાની ઐસી કી તૈસી કરતો રંગે હાથે ઝડપાયો. લૉકડાઉન દરમિયાન કાર લઈને તે બહાર ફરી રહ્યો હતો એટલું જ નહિ તેની કારમાંથી દારૂ અને છરી પણ મળી આવી છે. કચ્છ ભાજપ પ્રેસિડેન્ટ કેશુભાઈ પટેલના ભાઈ ચંદુ પટેલ પર પ્રોહિબિશન એક્ટ અને આર્મ્સ એક્ટ અંતર્ગત ઉપરાંત લૉકડાઉનના ઉલ્લંઘન બદલ તેના પર કેસ નોંધવામાં આવ્યો છે.

chandu patel

પોલીસ મુજબ શનિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ ચંદુ પટેલ પોતાની કારમાં સફર કરી રહ્યો હતો, શેખપીર ચેક પોસ્ટ પાસે તેને પોલીસે અટકાવ્યો હતો. વાહન ચેક કરવા પર પોલીસને એક ધારદાર ચાકૂ અને દારૂની બોટલ મળી આવી. ચંદુ પર કેસ નોંધી લેવામાં આવ્યો અને બાદમાં જામીન પર તેને છોડી મૂકવામાં આવ્યો.

પડધરના PSI વાય પી જાડેજાએ કહ્યું કે, 'અમે શેખપીર ચેક પોસ્ટે ડ્યૂટી પર હતા ત્યારે ચંદુ પટેલ પોતાની હોન્ડા અમેઝ કાર લઈને ત્યાં પહોંચ્યો. અમે તેને અટકાવ્યો અને તેનું વાહન તલાશ્યું.' તેમણે જણાવ્યું કે આરોપીની કારમાંથી McDonald No1 વ્હીસકીની એક મળી અને એક Mingheng બ્રાન્ડની છરી મળી આવી. તેની સામે આર્મ્સ એક્ટ અંતર્ગત, જીપી એક્ટ 135 અને આઈપીસીની કલમ 188 અંતર્ગત અને પ્રોહિબિશન એક્ટ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.

પોતાના નિવેદનમાં ચંદુ પટેલે કહ્યું કે તે ખેડૂત છે અને બાજીના રેલડી ગામે આવેલા પોતાના ખેતરેથી તે પાછો ફરી રહ્યો હતો. કોરોના મહામારી અને ચંદુની મેડિકલ કંડિશનને કારણે તેને કસ્ટડીમાં લેવામાં નહોતો આવ્યો.

કચ્છ જિલ્લાના કોંગ્રેસ પ્રેસિડેન્ટ યુવેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે, 'ભાજપ સાથે જોડાયેલા છે તેમના માટે કોઈ પ્રતિબંધો નથી, વધુ શું સબુત જોઈએ છે તમારે? ભાજપ જિલ્લા પ્રમુખના ભાઈ માટે દારૂ બંધી જેવું કંઈ જ નથી. લૉકડાઉન દરમિયાન જ્યારે લોકોને જીવનજરૂરી ચીજો મેળવવામાં ફાફાં મારવાં પડી રહ્યાં છે ત્યારે ભાજપ સાથે જોડાયેલા લોકો આરામથી દારૂ પણ શોધી શકે છે. આ મામલે સઘન તપાસ થવી જોઈએ.'

ભાજપ જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલે કહ્યું કે, કાયદો તેની રીતે કામ કરશે. ચાકુ રાખવાની બાબતની સ્પષ્ટતા આપવાનો પ્રયત્ન કરતા કેશુ પટેલે કહ્યું કે ખેડૂતો હંમેશા ઈલેક્ટ્રિસિટી વાયર કે વોટર પંપ કાપવા માટે પોતાની સાથે ચાકુ રાખતા હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X