Kutch Earthquake : કચ્છની ધરા ધ્રુજી, બિપોરજોય પહેલા અનુભવાયા ભૂકંપના આંચકા
Kutch Earthquake : અરબી સમુદ્રમાં શક્તિશાળી ચક્રવાતી તોફાન બિપોરજોય સતત ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં બિપોરજોય વાવાઝોડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.
આ સાથે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, 15 જૂનના રોજ કચ્છના જખૌ બંદર સાથે બિપરજોય ટકરાઈ શકે છે. આ પહેલા કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જે કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

બુધવારની સાંજે 5 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 3.5 જણાવવામાં આવી રહી છે. જોકે, આ ભૂકંપમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી. બીજી તરફ ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચક્રવાતી તોફાન બિપોરજોયને લઈને રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેમજ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
સરકાર બિપોરજોય વાવાઝોડાના જોખમને લઇને ખૂબ જ ચિંતિત છે. એટલું જ નહીં ગુજરાતની સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગોવા સહિતના અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર, બિપોરજોય કચ્છ જિલ્લાના જખૌ બંદરે પહોંચશે. જેની સ્પીડ 150 કિલોમીટર પ્રતિ કલાક હશે. ચક્રવાતી તોફાન બિપોરજોયની અસરને કારણે 15 જૂનના રોજ રાજસ્થાનના જોધપુર અને ઉદયપુરમાં ભારે વરસાદની સંભાવના છે. આવા સમયે 17 જૂન સુધી જોધપુર, ઉદયપુર અને અજમેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.












Click it and Unblock the Notifications
