રાજ્યમાં ઠંડીનું જોર વધ્યુ, અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં 12 ડિગ્રી તાપમાન

ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનુ જોર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 12 ડિગ્રી કરતા નીચે નોધાયુ છે. કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર હતુ.

ગુજરાતમાં અનેક શહેરોમાં ભારે ઠંડીનો અહેસાસ થયો હતો. રાજ્યમા કચ્છનું નલિયા સૌથી ઠંડુ શહેર હતુ. આ સાથે જ ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં ભારે ઠડીનો અનુભવ લોકોએ કર્યો હતો. વહેલી સવારે લોકો ગાર્ડનમાં યોગા, જોગીગ કરતા જોવા મળ્યા હતા. નલિયામા તાપમાન 4.2 ડિગ્રી તાપમાન નોધાયુ હતુ. ડિસેમ્બર મહિનામાં રાજ્યેમાં સામાન્ય કરતા લઘુતમ તાપમાનમાં 7 ડિગ્રીનો ઘટાડો નોધાયો હતો. આગામી ત્રમ દિવસ નલિયામાં પાંચ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યાતા હવામાન વિબાગે વ્યક્ત કરી છે.

cold

રાજ્યમાં ગાંધીનગરમાં આજે સવાલે 11 ડિગ્રી, અમદાવાદમાં 12.6 ડિગ્રી, છેલ્લા 7 દિવસમાં 7 દિવસનો ઘટાડો નોધાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આગામી દિવસોમાં 13 થી 15 ડિગ્રીની આસપાસ લુઘુતમ તાપામાન રહેશે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં લઘુતમ તાપમાન 11 ડિગ્રીથી નચી જાય તેવી પણ સંભાવના છે. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન પણ ઠંડા પવન ફંકાયો હતો. જેના લીધોએ દિવસે પણ ગરમ કપડા પહેરવા પડ્યા હતા.

રાજકોટમાં 10.7 ડિગ્રી સાથએ વર્તમાન સીઝનનું સૌથી નીચુ તાપમાન હતુ. રાજકોટમાં પાંચ ડિસેમ્બર 2013 ના 7 ડિગ્રી તાપમાન નોધાયુ હતુ. જે છેલ્લા 10 વર્ષમાં ડિસેમ્બરમાં નોધાયેલુ સૌથી નીચુ તપામાન છઉ.

રાજસ્થાનમાં આવેલા હિલસ્ટેશન માઉન્ટ આબુમાં 1 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોધાયુ હતુ. આઘામી 3 દિવસ 2 ડિગ્રીની આસપાસ માઉન્ડ આબુનુ તાપામાન નોધાય તેવી સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X