આર્થિક રીતે કમજોર વ્યવસાય સાહસિકો માટે લઘુ વ્યવસાય યોજના બની વરદાન
આર્થિક રીતે કમજોર વ્યવસાય સાહસિકો માટે લઘુ વ્યવસાય યોજના બની વરદાન
રાજ્યમાં આર્થિક અને સામાજિક રીતે પછાત સમાજના લોકોને નાના ધંધા વ્યવસાય કરવામાં ઘણી અગવડ પડતી હોય છે. ખાસ કરીને, આર્થિક રીતે તંગ હાલતના કારણે આ લોકો કોઇ ધંધો વ્યવસાય કરી શકતા નથી. પશુપાલન વ્યવસાય, કરિયાણાની દુકાન, મોબાઇલ શોપ સહિત અનેક નાના ધંધા રોજગાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આર્થિક મદદ કરવામાં આવે છે. રાજ્ય સરકારની આર્થિક મદદ થકી નાના રોકાણ દ્વારા પોતાનો ધંધો વ્યવસાય શરૂ કરીને રોજગારી કેળવી શકાય તે માટેની આ યોજના ગરીબ અને આર્થિક તંગી ભોગવતાં જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થાય છે.

રાજ્ય સરકારની આર્થિક સહાયતા મેળવવા માટે વાર્ષિક 3 લાખ સુધીની આવક ધરાવતાં પરિવારને અને ધંધાકીય વ્યવસાયનો અનુભવ ધરાવતાં વ્યક્તિઓને આ સહાય મળવા પાત્ર છે. વાર્ષિક 6 ટકાના ન્યૂનતમ વ્યાજ દરે આ લોન આપવામાં આવે છે. જેમાં, યુનિટ કોસ્ટના 85 ટકા સુધીની લોન આપવામાં આવે છે. રાજ્ય સરકારની નાના ધંધા વ્યવસાયની લોનમાં એક લાખથી 10 લાખ સુધીની લોન આપવામાં આવે છે અને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સબસિડી પણ પુરી પાડવામાં આવે છે.
થરાદના મહેશભાઇએ જણાવ્યું હતુ કે, અમે એગ્રો પ્રોડક્ટ્સના વેચાણ કેન્દ્ર શરૂ કરવા માંગતાં હતા, પરંતું, આર્થિક મજબુરીના કારણે કરી શક્યા નહીં. આ કારણે, અમે સરકારની લોન મેળવી આ ધંધો શરૂ કર્યો, જેમાં આર્થિક મદદના કારણે હવે પરિવારનું ગુજરાન ચલાવવામાં અને આર્થિક સદ્ધરતાં મેળવી શકાઇ છે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા લોકોને આર્થિક મજબુત કરી પગભર બનાવવાની દિશામાં કાર્ય કરી રહી છે. આ દિશામાં રાજ્ય સરકારે ચાલુ બજેટમાં આર્થિક વિકાસ માટે 644.76 કરોડની જોગવાઇ કરી છે. જેમાં 24 હજાર લોકોને નાના ઉદ્યોગ ધંધા માટે લોન અને સહાય આપવાનો લક્ષ્યાંક રાજ્ય સરકારે નિશ્ચિત કર્યો છે.
આ અંગે વાત કરતાં જૂનાગઢના પરેશ ચૌહાણે જણાવ્યું હતુ કે, નાના ઉદ્યોગ ધંધા માટેની લોન મેળવી પશુપાલનનો ધંધો શરૂ કર્યો. આ ધંધા વ્યવસાયના કારણે ગરીબીમાંથી બહાર આવી આર્થિક સદ્ધરતાં મેળવવામાં સફળતા મળી છે. આ યોજના ખરેખર પૈસા વગર ધંધો શરૂ કરવા ખુબ મહત્વની છે.
રાજ્યમાં અનેક કૌશલ્યબદ્ધ અને અનુભવી લોકો આર્થિક સંકડામણના કારણે ધંધો કે વ્યવસાય શરૂ કરી શકતાં નથી. લોકોને વર્ષો સુધી પોતાના મનપસંદ ધંધો ઉભો કરવા શાહુકારો પાસેથી મોટા વ્યાજે લોન લેવી પડતી હોય છે. ત્યારે, આ યોજના દ્વારા નાના ધંધા વ્યવસાય ઉભા સરળ બની શક્યા છે.












Click it and Unblock the Notifications
