• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તૈયબાની હુમલાની ધમકી, અમદાવાદ એલર્ટ

By Super
|
gujarat-police
અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ લશ્કર એ તોયબા દ્વારા હુમલો કરવાની ધમકીવાળો પત્ર મોકલવામાં આવ્યા બાદ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિત અનેક સ્થળો પર સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે અને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડિરેક્ટર આર કે સિંહએ જણાવ્યા પ્રમાણે બુધવારે લશ્કરે તોયબાના નામવાળો એક ધમકીભર્યો પત્ર અંગ્રેજીમાં અમને બુધવારે મળ્યો હતો. આ પત્રની એક કોપી રાજ્યના પોલીસ વડા ચિતરંજન સિંહને મોકલી આપવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'સાચા આંતકનો સામનો કરવા માટે અમદાવાદ તૈયાર રહે'ની ધમકી સાથે પત્રમાં લખવામાં આવ્યું છે કે અમદાવાદ અન્ય ચાર સ્થળો પર પણ આતંકવાદી હુમલો કરવામાં આવશે. પત્રમાં હુમલો કરવાના અન્ય જે સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમાં રામદા હોટલ, બકેરી સિટી, વિનસ રેસિડેન્સી અને હિમાલયા મોલ છે.

પોલીસના ડિરેક્ટર જનરલ ચિતરંજન સિંહે જણાવ્યું કે, એરપોર્ટ ડિરેક્ટર તરફથી જે પત્ર આપવામા આવ્યો છે તેની કોપી અમદાવાદ પોલીસ કમિશનર અને સેન્ટ્રલ આઇબીને મોકલી આપવામાં આવ્યો છે. થોડાક મહિનાઓ પહેલા અમદાવાદની ફાઇવ સ્ટાર હોટલને જે પત્ર મળ્યો હતો, તેને મળતો આવતો આ પત્ર છે. અમે આ અંગે તપાસ કરવા માટે અન્ટી ટેરર સ્ક્વોડને પણ જાણ કરી છે.

આ ઉપરાંત પોલીસ વડા દ્વારા પત્રમાં જે ચાર સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ઉપરાંત શહેરના તમામ મોલ્સ, રેલવે સ્ટેશન અને બસ સ્ટોપની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ એરપોર્ટ પર બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્નિફર ડોગ્સને પણ તેનાત કરવામાં આવ્યા છે. આ તકે તમામ સુરક્ષા કર્મીઓને એલર્ટ રહેવા માટે પણ જણાવી દેવામાં આવ્યું હોવાનું પોલીસ વડાએ નોંધ્યું છે.

English summary
Security has been beefed up at the Sardar Vallabhai Patel International Airport and other vital locations here on Thursday following a letter purportedly from Lashkar e Toiba threatening terror strikes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more