ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન, વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યુ!

જાહેરાત કરતા પહેલા વિજય રૂપાણી રાજ્યપાલને મળવા ગયા હતા. રાજ્યપાલને મળવાનો સમય માગ્યા બાદ અટકળો લાગી રહી હતી કે વિજય રૂપાણી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી શકે છે.

ગુજરાતમાં લાંબા સયમથી ચાલતી નેતૃત્વ પરિવર્તનની અટકળોનો આખરે અંત આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યુ છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી તેનો વિજય રૂપાણીના રાજીનામાં સાથે અંત આવ્યો છે.

VIJAY RUPANI

જાહેરાત કરતા પહેલા વિજય રૂપાણી રાજ્યપાલને મળવા ગયા હતા. રાજ્યપાલને મળવાનો સમય માગ્યા બાદ અટકળો લાગી રહી હતી કે વિજય રૂપાણી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી શકે છે. મુલાકાત બાદ વિજય રૂપાણીએ મીડિયા સાથે વાત કરતા રાજીનામું આપ્યાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનિય છે કે, ભાજપના સંગઠન મહામંત્રી ગઈકાલે જ ગુજરાત આવ્યા છે.

લાંબા સમયથી અટકળો લાગી રહી હતી કે ગુજરાતમાં કોરોનામાં સરકારની વિફળતા બાદ વિજય રૂપાણીનું રાજીનામું માંગી લેવામાં આવી શકે છે. મીડિયા સાથે વાતચીત કરતા વિજય રૂપાણીએ કહ્યું હતું કે, પાર્ટીએ મને મોકો આપ્યો એ બદલ હું પાર્ટીનો આભારી છુ. આગામી દિવસોમાં પાર્ટી જે પણ જવાબદારી આપશે તેને હું સ્વીકારવા તૈયાર છુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X