
Video: ઘર-બેઠા શીખો એડવાન્સ ગરબાના નીતનવા સ્ટેપ્સ
ગુજરાતના સૌથી લાંબો એવો નવરાત્રીનો તહેવાર શરૂ થઇ ગયો છે. નવરાત્રી તહેવાર ગુજરાતની સ્પેશ્યાલિટી ગણાય છે, નવ રાત્રિના આ તહેવારમાં ગરબે ઘુમવાની તક ગુમાવે એવા ગુજરાતીઓ તો ઘણા ઓછા હશે. જો કે, ગરબામાં પણ હવે તો વિવિધ પ્રકાર આવી ગયા છે. પરંપરાગત ગરબા, એડવાન્સ ગરબા, દોઢિયું, પોપટિયુ, સનેડો વગેરે અનેક પ્રકારે લોકો નવરાત્રીમાં રમતા જોવા મળે છે. પરંપરાગત ગરબાના બેઝિક સ્ટેપ્સ અમે તમને આગળ બતાવી ચૂક્યા છીએ, હવે આપણા ગરબાના એડવાન્સ ફોર્મ તરફ આગળ વધીશું.
બે તાળી, ત્રણ તાળીના ગરબા તો બધા રમતા હોય છે, પરંતુ જો તમને એમાં વેરિએશન જોઇતું હોય તો તમે એડવાન્સ ગરબા સ્ટાયલ 'કવિતા' ટ્રાય કરી શકો છો. ગરબા કરતા થોડી વધારે એક્સાઇટિંગ અને દોઢિયા કરતા પ્રમાણમાં સરળ એવી સ્ટાયલ શીખતા તમને કંઇ જ વાર નહીં લાગે. વળી તમે કોઇ પણ મ્યૂઝિક પર આ સ્ટેપ કરી શકો છો. એડવાન્સ ગરબાનું આ ફોર્મ શીખવા માટે તમારે ક્યાંય બહાર જવાની જરૂર નથી, ઘર-બેઠા 'કવિતા'ના સ્ટેપ શીખવા માટે જુઓ આ વીડિયો અને રોજેરોજ નવરાત્રીના નીતનવા સ્ટેપ્સ શીખવા માટે વનઇન્ડિયા ગુજરાતી સાથે જોડાયેલા રહો.