ગીરસોમનાથના પીજીવીસીએલના સબસ્ટેશનમાં દીપડો ઘૂસતા કર્મચારીઓના જીવ તાળવે

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ગીર સોમનાથના પ્રાચી નજીક આવેલા પીજીવીસીએલ ના ૨૨૦ કેવી સબસ્ટેશનમાં દીપડાએ ધામા નાખ્યા છે અને આ સમગ્ર ઘટન પીજીવીસીએલના સીસીટીવી કેમેરામા ઝીલાઈ હતી. આજે વહેલી સવારમાં દીપડો લટાર મારતો જોવા મળતા કર્મચારીઓમાં ભય વ્યાપી ગયો હતો. પ્રાચી નજીક આવેલા ટીંબડી પીજીવીસીએલ સબસ્ટેશનના સીસીટીવી કેમેરામાં દીપડો દોડતો હોય તેવા દ્રશ્યો કેદ થયા હતા.

leopard

નોંધનીય છે કે આ ટીંબડી સબ સ્ટેશનમાં કર્મચારીઓના ક્વાર્ટર છે અને તેમાં ઘણા બધા લોકો નિવાસ કરે છે. અને સબસ્ટેશનમાં ૨૦ મજૂરો પણ કાર્યરત હોય છે તેવામાં દીપડાના ધામાએ સૌ લોકોમાં ડર ઉભો કર્યો છે. સ્થાનિક મજૂરે જણાવ્યું હતું કે સિંહનો લોકોને ભય નથી કારણ કે મોટા ભાગે સિંહ માણસો પર હુમલો કરતા નથી, પરંતુ દીપડો કોઇનો પણ શિકાર કરી શકે છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે

૮, ૧૦ દિવસથી ટીંબડી ૨૨૦ કેવી સબસ્ટેશનમાં દીપડાના ધામા હોવા છતાં લેબરો જીવના જોખમે કરે છે કામ. જયારે સબસ્ટેશન માં ફરજ બજાવતા જુનયર એન્જીયર ના જણાવ્યા મુજબ ઘણી વાર અહીં દિવસે પણ દીપડો દેખાય છે.

જોકે હાલ તો વનવિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા પાંજરું મૂક્યું છે પણ દીપડો પાંજરે પૂરાય એ દરમિયાન કોઈ લેબર અથવા ત્યાં વસવાટ કરતાં માનવજીવ પર દીપડો હુમલો કરે તો જવાબદારી કોની? તે પણ એક સવાલ ઉભો થયો છે. અને હાલ તો ત્યાં રહેતા લોકો ફફડતા જીવે દિવસ પસાર કરી રહ્યા છે.

English summary
leopard enter in PGVCL Substation in GirSomanath.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.