For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગીરમાં સિંહો સુરક્ષિત છે, ક્યાંય સ્થળાંતર કરવાની જરૂર નથીઃ વિજય રૂપાણી

ગીરમાં સિંહો સુરક્ષિત છે, ક્યાંય સ્થળાંતર કરવાની જરૂર નથીઃ વિજય રૂપાણી

|
Google Oneindia Gujarati News

જૂનાગઢઃ વિશ્વભરમાં પ્રખ્યાત એવા ગીર સાસણના એશિયાટિક સિંહોના અસ્તિત્વ પર ખતરો મંડરાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી સિંહોના મૃતકાંકમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક જ મહિનામાં 14થી પણ વધુ સિંહો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ મળ્યા છે જ્યારે બીજુ અવારનવાર સોશિયલ મીડિયા પર સિંહની પજવણીના વીડિયો પણ સામે આવી રહ્યા છે જેને લઈ સિંહ પ્રોમીઓમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે.

સિંહોનાં મોત ચિંતાજનક

સિંહોનાં મોત ચિંતાજનક

તાજેતરમાં ગીર અભ્યારણ્યમાં આવેલ દલણીયા રેન્જમાં 9 અને જશાઘાર રેન્જમાં 2 સિંહો મૃત્યુ પામ્યા હતા. જેમાંના 4 સિંહો ઈનફાઈટમાં મૃત્યુ પામ્યા હોવાના તથા અન્ય સિંહો અમેરિકાથી આવેલી રસી આપ્યા બાદ મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું હતું. એક બાજુ સિંહો સતત મૃત્યુ પામી રહ્યા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ગીર સાસણમાં સિંહો સુરક્ષિત હતા અને તેમનું સ્થળાંતર કરવાની કોઈ જરૂર નથી.

સરકારે કરી સ્પષ્ટતા

સરકારે કરી સ્પષ્ટતા

ગુજરાત સરકાર તરફથી સત્તાવાર નિવેદન આપી જણાવવામાં આવ્યું કે, "સાસણ ગીરમાં રહેતા સિંહોમાં બીમારી ફેલાઈ હોવાના અહેવાલ મળ્યા બાદ સર્વે અને બ્લડ સેમ્પલ કલેક્ટ કરવાની કામગીરી કરી લેવામાં આવી છે અને અત્યારે આ મામલે ઈન્ટરનેશનલ એક્સપર્ટ્સ સાથે પરામર્શ કરવામાં આવી રહ્યો છે. બધા જ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે ત્યારે ચિંતા કરવાની કોઈ બાબત નથી. જો સિંહો કોઈ બીમારીમાં સપડાયા હોય તો તેમની સારવાર માટે તમામ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગુજરાતમાં સિંહો સુરક્ષિત છે અને તેમને ક્યાંય ખસેડવાની જરૂર નથી."

ગીરમાં સિંહો સુરક્ષિત છે

ગીરમાં સિંહો સુરક્ષિત છે

રવિવારે સીએમ વિજય રૂપાણીએ જૂનાગઢના બિલખા ખાતે પત્રકરોને સંબોધતાં કહ્યું કે સિંહોના નિષ્ણાંતો સૂચવે છે કે રોગચાળો કે કુદરતી આફતોમાં મૃત્યુદર વધે નહિ તે માટે સિંહોના ભૌગોલિક ઘર પણ અલગ કરવા જોઈએ. 2013માં સુપ્રીમ કોર્ટે ગુજરાતમાંથી એશિયાટિક સિંહોને મધ્ય પ્રદેશમાં સ્થળાંતરિત કરવાનો ઓર્ડર આપ્યો હતો, ત્યારે પણ ગુજરાત સરકારે ભારપૂર્વક આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.

11 સિંહોના મોતથી હાહાકારઃ વન વિભાગે ઇનફાઇટના કારણે મોત થયાનો ખુલાસો કર્યો11 સિંહોના મોતથી હાહાકારઃ વન વિભાગે ઇનફાઇટના કારણે મોત થયાનો ખુલાસો કર્યો

English summary
Lions are safe in Gir, no need to translocate them: CM Vijay Rupani
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X