વડોદરામાં પતિ-પત્ની એક જ સમયે અને દિવસે સંકેલી જીવન લીલા!

પતિ પત્નીનો સંગાથ સાત ભવોનો ગણાય છે. પણ સામાન્ય જીવનમાં તેવું ભાગ્યેજ બનતું હોય છે કે પતિ પત્નીના પ્રાણ એક દિવસે જ જાય. અને આવું જ કંઇક અજીબોગરીબ જ્યારે વડોદરાના એક પતિ પત્ની સાથે થયું ત્યારે બધા લોકો તેમના એકબીજા માટેના અખૂટ પ્રેમને જોઇને આશ્ચર્યચક્તિ થઇ ગયા.

પતિ પત્ની એક જ દિવસે અને એક જ સમયે દુનિયામાંથી વિદાય લે તેવી જવલ્લે જ બનતી ઘટના વડોદરાના ફતેપુરા વિસ્તારમાં બની હતી. પતિ ચુનીલાલ મારવાડીની વાઘોડિયા તથા મીરાંબહેન મારવાડીનું એક જ સમયે અવસાન થયું હતું.

vadodara

ઘટના એવી હતી કે ચુનીભાઇને એપેન્ડિક્સના ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં તેમની તબિયત લથડી હતી. આ સમાચાર તેમના પત્ની મીરાબેન મારવાડીને મળતા તેમને પતિની ચિંતાને કારણે આઘાત લાગ્યો હતો અને હાર્ટએટેક આવ્યો હતો. જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને ડોક્ટર્સે વહેલી સવારે 3:45 વાગ્યે મૃત જાહેર કર્યા હતા. આ સમયે 3:45 વાગ્યે યોગાનુયોગ પતિ ચુનીલાલ મારવાડીનું પણ મોત નિપજ્યું હતુ.

vadodara

જે બાદ આ દંપતીની અંતિમયાત્રા પણ એકસાથે નીકળી હતી આ ઘટનાથી પરિવારમાં તેમજ આસપાસના વિસ્તારમા શોકની સાથે આશ્ચર્યની લાગણી પણ ફેલાઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X