For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live Rescue: ખુંખાર દીપડોને બચવવા વનવિભાગ કર્યું આ

વીડિયોમાં જુઓ કેવી રીતે એક ખૂંખાર દિપડાને વનવિભાગની ટીમે બચાવ્યો

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં વનવિભાગ દ્વારા અવાર નવાર કૂવા કે ખાડામાં પડી ગયેલા જંગલી જાનવરોને બચાવવામાં આવે છે. ત્યારે હાલમાં થોડા સમય પહેલા વેરાવળના સુખપુર ગામે પાણી વગરના કુવામાં એક દીપડો પડી ગયો હતો. જેને ભારે જહેમત બાદ વનવિભાગે રેસ્ક્યુ કરીને બહાર નીકાળ્યો હતો. શિકાર કરતી વખતે કુવામાં પડ્યો હોય તેવું પ્રાથમિક તારણ વન વિભાગની ટીમે લગાવ્યું હતું.

leopard

ત્યારે ગ્રામ જનો દ્વારા વનવિભાગને જાણ કરાતા પીંજરા સાથે વન વિભાગની રેસ્કયુ ટીમ ધટના સ્થળે પહોંચી હતી. સુખપુર ગામે ભૂપત ડોડીયાની વાડીમાં ખુલ્લા કુવામાં દીપડો પડ્યો, વાડી માલિક કુવામાં દીપડો જોતા તાત્કાલિક માળિયા હાટીના ના વન વિભાગને જાણ કરી હતી. ત્યારે દીપડાને ઘેનની દવા આપ્યા વગર છે કમર પર દોરડું બાંધીને નીકાળવામાં આવ્યો હતો.

Read also: સિંહણને ભૂંડ સાથે ઊંડા ખાડામાં શું પડ્યા, સિંહણ મંદડી થઇ ગઇ?Read also: સિંહણને ભૂંડ સાથે ઊંડા ખાડામાં શું પડ્યા, સિંહણ મંદડી થઇ ગઇ?

આ વીડિયો જોઇને જ તમે સમજી શકો છો કે જો થોડી પણ ચૂક થઇ હોત તો આ દિપડો વન વિભાગના સ્ટાફ પર પણ હુમલો કરી શક્યો હોત. પણ ખુબ જ મહેનતથી વન વિભાગની ટીમે આ રેસ્કયૂ મીશનને પાર પાડ્યું હતું. તે બાદ દીપડાને બહાર કાઢી સારવાર માટે સાસણ એનિમલ કેર ખાતે મોકલી આપ્યો હતો. ત્યારે સુખપુર ગામે વાડીમાં દીપડો પડતા મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા તેને જોવા માટે ઉમટ્યા હતા. તો નીચે જુઓ દીપડાનું લાઇવ રેસ્ક્યૂ ઓપરેશન....

English summary
Video of Live Rescue Of Hungry Leopard, Who Fall In Empty well near Veraval.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X