Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ahmedabad Lok Sabha Election 2024 Live: નરેન્દ્ર મોદીએ પોતાનો મત આપ્યો

Ahmedabad Lok Sabha Election 2024 Live and Latest News: લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં આજે ગુજરાતની તમામ 26 લોકસભા સીટ પર મતદાન થઇ રહ્યું છે. ગુજરાતમાં એક તબક્કામાં તમામ 26 સીટ પર મતદાન થઇ રહ્યું છે. ગુજરાતમાં ભાજપ તમામ સીટ જીતતું આવ્યું છે પરંતુ લોકસભા ચૂંટણી 2024માં ક્ષત્રિયોએ ભાજપ સામે બાંયો ચડાવી છે ત્યારે પરષોત્તમ રૂપાલા સામેની નારાજગી ભાજપને કેટલું નુકસાન પહોંચાડે તે જોવું રહ્યું.

BJP vs Congress

અમદાવાદમાં બે સીટો આવે છે. અમદાવાદ પુર્વ સીટ પર કોંગ્રેસ તરફથી હિંમત સિંહ પટેલ તો બીજેપીએ વર્તમાન સાંસદ હસમુખ પટેલને રિપીટ કર્યા છે.

અમદાવાદ પશ્ચિમ સીટ પર કોંગ્રેસે ભરત મકવાણા અને બીજેપીએ દિનેશ મકવાણાને ટિકીટ આપી છે. અમદાવાદની બે સીટો પર પણ ક્યાંક ક્ષત્રિય ફેક્ટર કામ કરી શકે છે.

- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં એક મતદાન કેન્દ્ર પર લોકસભા ચૂંટણી માટે પોતાનો મત આપ્યો. આ દરમિયાન તેમની પત્ની, તેમના દીકરા જય શાહ પણ હાજર રહ્યા. ગૃહમંત્રી અમિત શાહે સમગ્ર પરિવાર સાથે મતદાન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા અમિત શાહ ગાંધીનગર લોકસભા સીટથી પાર્ટીના ઉમેદવાર છે. કોંગ્રેસે પોતાની પાર્ટી સચિવ સોનલ પટેલને ગાંધીનગરથી મેદાનમાં ઉતાર્યા છે.

- અમદાવાદમાં મતદાન બાદ પીએમ મોદીએ કહ્યું, આજે ત્રીજા તબક્કાનું મતદાન છે. હું દેશવાસીઓને વિનંતી કરીશ કે લોકશાહીમાં મતદાન કરવું એ સાદી દાન નથી. આપણા દેશમાં મતદાનનું અલગ મહત્વ છે. એ જ ભાવના સાથે દેશવાસીઓએ વધુમાં વધુ મતદાન કરવું જોઈએ. ચૂંટણી પ્રચાર હજુ ત્રણ અઠવાડિયા સુધી ચાલુ રહેશે. ગુજરાતમાં મતદાર હોવાના કારણે હું અહીં નિયમિત મતદાન કરું છું. હું કાલે રાત્રે જ અમદાવાદ આવ્યો હતો. હવે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને તેલંગાણા જવાનું છે. હું ગુજરાત અને દેશના મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

- અમદાવાદના મકરબામાં EVM ખોટકાયું છે.

- મતદાન બાદ પત્રકારો સાથે વાત કરતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આજે આખા દેશમાં લોકશાહી પર્વનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. મેં પણ મતદાન કરી દીધું છે અને લોકશાહીમાં મતદાન કરવું આપણી ફરજ છે. તમે બધા ખૂબ ભારી માત્રામાં મતદાન કરો અને એક ભારત, શ્રેષ્ઠ ભારત, સમૃદ્ધ ભારત અને સમર્થ ભારત માટે મતદાન કરો.

- શીલજની સ્કુલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતદાન કર્યું.

- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિશાન ઉચ્ચતર માધ્યમિક શાળામાં પોતાનો મત આપી લોકશાહીના આ પાવન પર્વમાં ભાગ લીધો.

- નરેન્દ્ર મોદી નિશાન ઉચ્ચતર માધ્યમિક શાળાએ મતદાન કરવા પહોંચ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમનું ભવ્ય સ્વાગત કર્યું. જુઓ વીડિયો

- વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં નિશાન ઉચ્ચતર માધ્યમિક શાળાએ ફળવાયેલા મતદાન કેન્દ્ર પર આજે મતદાન કરશે. જેને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે અમદાવાદની નિશાન ઉચ્ચતર માધ્યમિક શાળામાં હાજર છે.

- વડાપ્રધાન મોદી, અમિત શાહ, આનંદીબેન પટેલ, સહિતના નેતાઓ અમદાવાદથી મતદાન કરવાના છે ત્યારે અમદાવાદની બંને સીટ પર સઘન સુરક્ષા ખડકી દેવામાં આવી છે.

- સઘન સુરક્ષા વચ્ચે અમદાવાદમાં મતદાનનો પ્રારંભ થયો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X