Banaskantha Lok Sabha Election 2024 Live: બનાસકાંઠા સીટ પર બમ્પર મતદાન, 1 વાગ્યા સુધીમાં 45.66 ટકા મત પડ્યા

Banaskantha Lok Sabha Election 2024 Live and Latest News: લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં આજે ગુજરાતની તમામ 25 લોકસભા સીટ પર મતદાન થઇ રહ્યું છે. ગુજરાતમાં એક તબક્કામાં તમામ 26 સીટ પર થવાનું હતું પરંતુ સુરત સીટ બિનહરીફ જાહેર થતાં હવે 25 સીટ પર મતદાન યોજાઇ રહ્યું છે.. ગુજરાતમાં ભાજપ તમામ સીટ જીતતું આવ્યું છે પરંતુ લોકસભા ચૂંટણી 2024માં ક્ષત્રિયોએ ભાજપ સામે બાંયો ચડાવી છે ત્યારે પરષોત્તમ રૂપાલા સામેની નારાજગી ભાજપને કેટલું નુકસાન પહોંચાડે તે જોવું રહ્યું.

Banaskantha

બનાસકાંઠા સીટની વાત કરીએ તો આ સીટ પર કોંગ્રેસને સૌથી વધુ ભરોષો છે. અહીં કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે. ગેનીબેન ઠાકોર મજબુત સ્થાનિક નેતા છે અને જોરદાર જનસમર્થન છે.

બીજી તરફ બીજેપીએ ડો.રેખા ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. રેખા ચૌધરી બનાસ ડેરીના સ્થાપક ગલબાકાકાની દિકરી છે અને પ્રોફેસર છે. રેખા ચૌધરી એકદમ બીનઅનુભવી છે અને આ જ કારણ છે કે ગેનીબેનનું વર્ચસ્વ જોવા મળી રહ્યુ છે.

- બનાસકાંઠામાં બમ્પર મતદાન થઈ રહ્યું છે. બપોરે એક વાગ્યા સુધીમાં 45.66 ટકા મતદાન નોંધાયુ.

- અહીં મતદારો ગરમીને અવગણીને મત આપવા પહોંચી રહ્યા છે. થરાદમાં સૌથી વધુ 51.7 ટકા મતદાન નોંધાયુ.

- બનાસકાંઠા લોકસભા સીટ પર સઘન સુરક્ષા વચ્ચે મતદાનનો પ્રારંભ થઇ ચૂક્યો છે.

- બનાસકાંઠા સીટ પર બંને મહિલા ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસ તરફથી ગેનીબેન ઠાકોર જ્યારે ભાજપ તરફથી ડૉ. રેખા ચૌધરી મેદાન-એ-જંગમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X