Video: પાણીના જોરદાર વહેણથી જામનગરમાં સ્કૂલ બસ પલટી, સ્થાનિક લોકોએ બચાવ્યા ઘણા જીવ
આ દરમિયાન જામનગર જિલ્લામાં એક સ્કૂલ બસ પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ હતી.
ગાંધીનગરઃ મંગળવારથી ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત છે. આ દરમિયાન જામનગર જિલ્લામાં એક સ્કૂલ બસ પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ બચાવ કામગીરી શરૂ કરી અને સમયસર ઘણા લોકોના જીવ બચાવ્યા. આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી મુજબ જામનગરના કાલાવડમાં ગુરુવારે ભારે વરસાદ પડ્યો હતો. આ પછી પાણીના જોરદાર પ્રવાહને કારણે એક સ્કૂલ બસ પલટી ગઈ હતી. જેમાં અનેક લોકો સવાર હતા. થોડી જ વારમાં ત્યાં સ્થાનિક લોકોની ભીડ એકઠી થઈ ગઈ. ત્યારબાદ એક મોટુ દોરડુ લાવીને ક્રેન બોલાવવામાં આવી હતી. ઘણા કલાકોની જહેમત બાદ બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
બીજી તરફ કચ્છમાં પણ ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો હતો. ત્યાંના રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે સ્કૂટી અને અન્ય વાહનો ડૂબી ગયા હતા. તેમજ રસ્તાઓ ઘૂંટણ સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા. આવી સ્થિતિમાં પસાર થતા લોકોને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી હતી.
#WATCH | Gujarat: Locals rescue people after their school bus overturned as it got stuck in a turbulent flow of water triggered by heavy rainfall in Kalavad in Jamnagar district pic.twitter.com/k3gEiooWUh
— ANI (@ANI) July 7, 2022
હજુ પણ ચાલુ રહેશે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લો પ્રેશરના કારણે સમગ્ર રાજ્યમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની અસર યથાવત છે. પાકિસ્તાનના દક્ષિણ ભાગોમાં જોડાયેલા સાયક્લોનિક સરક્યુલેશનની અસર ગુજરાત પર પણ જોવા મળી રહી છે. જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી ચાર-પાંચ દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે. હાલના તબક્કે હવામાન વિભાગે તમામને સતર્ક રહેવાની સલાહ આપી છે.












Click it and Unblock the Notifications
