નવા રંગ-રૂપ સાથે ગુજરાતમાં Lockdown 4.0 ચાલુ

નવા રંગ-રૂપ સાથે ગુજરાતમાં Lockdown 4.0 ચાલુ

અમદાવાદઃ મંગળવારેથી એટલે કે 18 મેથી ગુજરાતમાં લૉકડાઉન 4.0 ચાલુ થઈ ગયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે પરિવહન, પાન-મસાલા અને અન્ય દુકાનો ખોલવાની સાથે કંટેનમેન્ટ ઝોનમાં ઑટો અને બસ પરિવહનને લીલી ઝંડી દેખાડવાના સંકેત આપ્યા છે. રાજ્યમાં ખુલ્લામાં થુકવા અને માસ્ક ના પહેરવા પર 200 રૂપિયાનો દંડ થશે.

gujarat

કેન્દ્ર સરકાર તરફથી લૉકડાઉન 4.0ને 31 મે સુધી વધારવાની ઘોષણા બાદ રવિવારે મોડી સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ચોથા તબક્કાના લૉકડાઉન માટે સોમવારે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તથા મહાનગર પાલિકાના કમિશ્નરો સાથે બેઠક બાદ તેની ગાઈડલાઈન તૈયાર કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ આ લૉકડાઉનમાં જરૂરી વસ્તુઓ જેમ કે દવા, દુધ, શાકભાજી અને રાશન, પરચુરણની દુકાનો ઉપરાંત ફર્નિચર, ટિંબર મર્ચેન્ટ, સ્ટેશનરી, પાન-મસાલા અને અન્ય દુકાનો ખોલવાની સાથે નૉન કંટેનમેન્ટ ઝોનમાં ઑટો અને બસ પરિવહનને લીલી ઝંડી આપવાના સંકેત દીધા છે. રાજ્યમાં ખુલ્લામાં થુકવા અને માસ્ક વિના ફરવા પર 200 રૂપિયાનો દંડ લગાવ્યો છે.

આ બધાની વચ્ચે ગુજરાતના રાજકોટમાં રવિવારે ટ્રેન રદ્દ થવા પર પ્રવાસી શ્રમિકોએ ભારે હંગામો કર્યો અને શ્રમિકોએ વાહનો અને ઑફિસમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. ત્યાં કવરેજ કરવા પહોંચેલા એબીપી ન્યૂજ અસ્મીતાના પત્રકાર હાર્દિક જોશી પર હુમલો કરી દીધો હતો. પોલીસે 29 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ શ્રમિકોને સંયમ રાખવાની અપીલ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X