For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરીયાદ નોંધાયા બાદ લોક કાલાકાર દેવાયત ખાવડ ભુગર્ભમા, પોલીસ કરી રહી છે શોધખોળ

રાજકોટમાં લોકડાયરામાં ક્ષમા, માફી અને ઘૂંટડા પીવાની વાતો કરનાર લોકસાહિત્યકાર દેવાયત ખવડે તેના સાગરીતો સાથે મળી સર્વેશ્વર ચોકમાં બિલ્ડર યુવક પર ધોકા-પાઇપથી હિચકારો હુમલો કર્યો હતો, હુમલામાં ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડ

|
Google Oneindia Gujarati News

રાજકોટમાં લોકડાયરામાં ક્ષમા, માફી અને ઘૂંટડા પીવાની વાતો કરનાર લોકસાહિત્યકાર દેવાયત ખાવડે તેના સાગરીતો સાથે મળી સર્વેશ્વર ચોકમાં બિલ્ડર યુવક પર ધોકા-પાઇપથી હિચકારો હુમલો કર્યો હતો, હુમલામાં ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડાયરામાં ખુમારી અને ખમીરાતની વાતો કરનાર દેવાયત ખાવડ ગુનો નોંધાતા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. આ ઘટનાના 72 કલાક બાદ પણ દેવાયત ખાવડ પોલીસની પકડથી દૂર છે. જ્યારે પોલીસની ટીમ તેના ઘરે પહોંચી, ત્યારે પોલીસને તેમના ઘરના મેઈન ગેટ પર તાળુ જોવા મળ્યું હતું અને દેવાયત ખાવડનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો હતો. ત્યારે હવે રાજકોટ પોલીસની ટીમ તેના વતન મુળીદૂધઈ ગામે રવાના થઈ છે.

Devayat Khavad

આ મામલે ઈજાગ્રસ્ત યુવકની માતાએ ક્ષત્રિય સમાજની બહેનો સાથે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી હતી અને પોલીસ કમિશનર પાસે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. આ મામલે ભોગબનનાર યુવક મયુરસિંહ રાણાની માતાએ મીડિયાને જણાવ્યું હતું કે,દેવાયત ખાવડને તેના કર્મોની સજા મળવી જોઈએ અને તેની ધરપકડ બાદ તેનું સરઘસ કાઢવું જોઈએ જેથી આ પ્રકારનો ગુનો બીજા કોઈ આચરે નહીં.

વધુમાં અરજીમાં જણાવ્યું હતું કે, પરંતુ દેવાયત ખાવડ સમાધાનના થોડા સમય બાદ અમો જયારે અમારા કૌટુંબીક મામાના ઘરે જઈએ ત્યારે અમારી સાથે તોછડાઈ પૂર્વક વર્તન કર્યું હતું અને રીવોલ્વોર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ આટલેથી ન અટકતા પ્રસંગોપાત જ્ઞાતીના સમારોહમાં અમો બન્ને સામ સામે આવીએ ત્યારે પણ દેવાયત ખાવડ મને અપમાનીત કરત વર્તન કર્યું છે. ખવડ અને તેના સાગરીતોના ત્રાસથી હું નહીં તેના પાડોશી પણ ત્રાસેલા છે. તે આવનાર નશો કરીને લોકો સાથે ઝઘડે છે.

English summary
Lok Kalakar Devayat Khavad Bhugarbhama After Complaint, Police Are Searching
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X