Jamnagar Lok Sabha Election 2024 Live: રૂપાલાનો વાણી વિલાસ પુનમ માડમને કેટલો ભારે પડશે? જામનગરથી કોંગ્રેસને મો

Jamnagar Lok Sabha Election 2024 Live and Latest News: લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં આજે ગુજરાતની તમામ 25 લોકસભા સીટ પર મતદાન થઇ રહ્યું છે. ગુજરાતમાં એક તબક્કામાં તમામ 26 સીટ પર મતદાન થવાનું હતું પરંતુ સુરત લોકસભા સીટ બિનહરીફ જાહેર થતાં હવે 25 સીટ પર મતદાન થઇ રહ્યું છે. ગુજરાતમાં ભાજપ તમામ સીટ જીતતું આવ્યું છે પરંતુ લોકસભા ચૂંટણી 2024માં ક્ષત્રિયોએ ભાજપ સામે બાંયો ચડાવી છે ત્યારે પરષોત્તમ રૂપાલા સામેની નારાજગી ભાજપને કેટલું નુકસાન પહોંચાડે તે જોવું રહ્યું.

jamnagar candidate

ગુજરાતમાં પુરૂષોત્તમ રૂપાલાના વાણી વિલાસને કારણે સૌથી વધુ નુકસાન બીજેપીને થઈ શકે તેમ હોય તો તે સીટ જામનગર સીટ છે. આ સીટ પર કોંગ્રેસને વધુ ઉમ્મીદ છે.

જામનગર સીટ પર વર્તમાન સાંસદ પુનમ માડમનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસે જે.પી મારવિયાને ટિકીટ આપી છે.

- જામનગરમાં ક્ષત્રિયો મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચી રહ્યા છે. ક્ષત્રિયોના વિરોધને પગલે વૃદ્ધો અને મહિલાઓ પણ મતદાન મથકે પહોંચી રહી છે.

- જામનગર સીટ પર એક વાગ્યા સુધીમાં કુલ 34.61 ટકા મતદાન થયું છે.

- જામનગરમાં સવારના 9 વાગ્યા સુધીમાં 10 ટકા મતદાન થયું છે. જિલ્લામાં કાલાવળમાં સૌથી વધુ 13 ટકા મતદાન થયું છે.

- સઘન સુરક્ષા વચ્ચે જામનગર લોકસભા સીટ પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ભાજપ તરફથી આહિર અગ્રણી પૂનમબેન માડમ જ્યારે કોંગ્રેસ તરફથી પટેલ ઉમેદવાર જેપી મારવિયા મેદાનમાં છે. બંનેના ભાવી આજે ઈવીએમમાં કેદ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X