Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પંચમહાલઃ ઓબીસી મતો કોના પર છલકાવશે વિજયનો કળશ?

આજે દેશના 12 રાજ્યોની 117 બેઠકો પર લોકસભા ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે તો બીજી તરફ વારાણસીથી ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર ભરી રહ્યાં છે. દેશભરમાં મોદીની લહેર છે અને તેનો એક નજારો આજે વારાણસીમાં પણ તેમના રોડ શો દરમિયાન ઉમટેલી ભીડને જોઇને થઇ રહ્યો છે. ગુજરાતમાં 30 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે અને એ સમયે પણ મોદીની લહેર જોવા મળશે. જોકે ગુજરાતમાં ઘણી બેઠક એવી છેકે જ્યાં કોઇ એક જ્ઞાતિના મતદાતાઓના હાથમાં જેતે પક્ષને વિજય બનાવવાની ચાવી હોય છે, કે પછી એમ કહી શકીએ કે આ જ્ઞાતિ નક્કી કરી શકે છેકે કોના પણ આ વખતે વિજયનો કળશ ઢોળાશે.

આવી જ એક બેઠક છે પંચમહાલ. પંચમહાલ બેઠક અંગે વાત કરવામાં આવે તો અહી સૌથી વધારે મતદાતાઓ ઓબીસી છે અને ત્યારબાદ પટેલ મતદાતાઓ અહી મોટી માત્રામાં છે. જો ભાજપ, કોંગ્રેસ કે પછી પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીના ઉમેદવારે પંચમહાલમાં વિજય હાંસલ કરવો હોય તો ઓબીસી અને પટેલ મતદાતાઓને રિઝવવા પડશે. પરંતુ એટલું ચોક્કસપણે કહી શકાય કે આ બેઠક હાલ ભાજપના હાથમાં છે અને જે પ્રમાણે મોદી અને ભાજપની લહેર છે, તેનાથી ભાજપે ચોક્કસ ફાયદો થશે.

બેઠકના ઇતિહાસ પર નજર ફેરવવામાં આવે તો 1977થી આ બેઠક પર કોંગ્રેસ વિજયી થતું આવતું હતું, પરંતુ 1989માં જનતા દળના શાંતિલાલ પટેલે અને 1991માં ભારતીય જનતા પાર્ટીના એ સમયના ઉમેદવાર શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને પરાસ્ત કર્યું હતું. જોકે 1996 અને 1998માં કોંગ્રેસ ફરી વિજયી થયું હતું. 1999થી ફરીથી આ બેઠક ભાજપના હાથમાં આવી ગઇ હતી અને સતત ત્રણ ટર્મ એટલે કે 1999, 2004 અને 2009માં આ બેઠક પર ભાજપનો વિજય થયો છે. તો ચાલો તસવીરો થકી પંચમહાલ બેઠક અંગે આછેરી માહિતી મેળવીએ.

ભાજપના ઉમેદવાર

ભાજપના ઉમેદવાર

ભાજપના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણે કહ્યું છેકે જો તેઓ ફરીથી ચૂંટાયા તો ગોધરામાં જીઆઇડીસીનો વિકાસ કરશે અને ઉદ્યોગોને ગોધરા તરફ આકર્ષશે, જેથી રોજગારીની તકો મળી રહે. પર્વતિય વિસ્તારોમાં પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવશે. તેમજ એન્જીનીયરિંગ કોલેજ ગોધરામાં શરૂ કરવા અંગે પણ કામ કરવામાં આવશે.

કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસના ઉમેદવાર રામસિંહ પરમારે કહ્યું છેકે ગોધરા પીવાના અને સિંચાઇના પાણીની તથા બેરોજગારીની સમસ્યાથી પીડાઇ રહ્યું છે. મોદીના સદભાવના ઉપવાસ વખતે કેટલાક વચનો આપવામાં આવ્યા હતા પરંતુ પૂર્ણ થયા નથી. હું વચન આપું છું કે સાંસદની ગ્રાન્ટનો ઉપયોગ લધુમતિઓના દુઃખોને દૂર કરવા માટે વાપરવામાં આવશે.

આમ આદમીના ઉમેદવાર

આમ આદમીના ઉમેદવાર

ગોધરામાં બેઝિક પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ નથી. અહીની સ્થાનિક હોસ્પિટલમાં સુવિધાનો અભાવ છે. મારું ફોકસ સુપર સ્પેશિયાલિટી મેડિકલ ફેસેલિટી આ વિસ્તારમાં પૂરી પાડવા પર રહેશે.

કઇ જ્ઞાતિને કેટલા મતદાતાઓ

કઇ જ્ઞાતિને કેટલા મતદાતાઓ

આ બેઠક પર સૌથી વધારે ઓબીસી મતદાતાઓ છે, તેમાં પણ ખાસ કરીને બારિયા ક્ષત્રિયો. આ વિસ્તારમાં અદાંજે 7.5 લાખ ઓબીસી મતદાતાઓ છે. ત્યારબાદ પટેલ મતદાતાઓની સંખ્યા વધારે છે. આ વિસ્તારમાં 1.5 લાખ પટેલ મતદાતાઓ છે. તેમજ લધુમતિ મતદાતાઓની સંખ્યા 1.4 લાખ છે. જ્યારે બ્રાહ્મણ મતદાતાઓની સંખ્યા લુણાવાડામાં વધારે છે.

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1957
કોંગ્રેસઃ- મનેકલાલ ગાંધી- 92221
અપક્ષઃ- પ્રતાપસિંહ પટેલ- 81183
તફાવતઃ- 81183

1962
કોંગ્રેસઃ- દયાભાઇ નાયક- 85380
સ્વતંત્રઃ- પ્રતાપસિંહ પટેલ- 69147
તફાવતઃ- 16233

1967
સ્વતંત્રઃ- પીએચ મોદી- 122813
કોંગ્રેસઃ- એમએમ ગાંધી- 98364
તફાવતઃ- 24449

1971
સ્વતંત્રઃ- પીએચ મોદી- 104396
કોંગ્રેસઃ- પ્રતાપસિંહ પટેલ- 90501
તફાવતઃ- 13895

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1977
કોંગ્રેસઃ- હિતેન્દ્ર દેસાઇ- 138634
બીએલડીઃ- પીએચ મોદી- 137254
તફાવતઃ- 1380

1980
કોંગ્રેસઃ- જયદીપસિંહ મહારોલ- 187481
જનતા પાર્ટીઃ- પીએચ મોદી- 124512
તફાવતઃ- 62969

1984
કોંગ્રેસઃ- જયદીપસિંહ- 205741
ભાજપઃ- ગોપાલસિંહ સોલંકી- 119894
તફાવતઃ- 85847

1989
જનતા દળઃ- શાંતિલાલ પટેલ- 229391
કોંગ્રેસઃ- પ્રભાતસિંહ ચૌહાણ- 169018
તફાવતઃ- 60373

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1991
ભાજપઃ- શંકરસિંહ વાઘેલા- 202171
જનતાદળઃ- શાંતિલાલ પટેલ- 90694
તફાવતઃ- 111477

1996
કોંગ્રેસઃ- શાંતિલાલ પટેલ- 152586
ભાજપઃ- શંકરસિંહ વાઘેલા- 149358
તફાવતઃ- 3228

1998
કોંગ્રેસઃ- શાંતિલાલ પટેલ- 200168
ભાજપઃ- ગોપાલસિંહ સોલંકી- 160920
તફાવતઃ- 39248

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1999
ભાજપઃ- ભુપેન્દ્ર સિંહ સોલંકી- 280684
કોંગ્રેસઃ- શાંતિલાલ પટેલ- 185662
તફાવતઃ- 95022

2004
ભાજપઃ- ભુપેન્દ્ર સિંહ સોલંકી- 295550
કોંગ્રેસઃ- રાજેન્દ્રસિંહ પટેલ- 241831
તફાવતઃ- 53719

2009
ભાજપઃ- પ્રભાતસિંહ ચૌહાણ- 282079
કોંગ્રેસઃ- શંકરસિંહ વાઘેલા- 279998
તફાવતઃ- 2081

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X