• search

દર ચૂંટણીએ બદલાય છે પાટણની જનતાનો મિજાજ

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2014ની ચૂંટણી માટે મતદાન થવાને હવે બહુ સમય બાકી નથી. 17 દિવસ બાદ ગુજરાતની 26 બેઠકો માટે મતદાન થવાનું છે. જ્યાંના મતદાતાઓ પોતાના વિસ્તારના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. જોકે ગુજરાતમાં એવી ઘણી બધી બેઠકો છે, જ્યાં મતદાતાઓનો દરેક લોકસભા ચૂંટણી વખતે મિજાજ બદલાતો રહે છે. આવી જ એક બેઠક ઉત્તર ગુજરાતનું પાટણ છે.

પાટણ જિલ્લાની વાત કરવામાં આવે તો ભાગ્યેજ ક્યારેક મતદાતાઓએ કોઇ એક ઉમેદવારને અથવા તો પાર્ટીને બીજી વખત વિજેતા બનાવી હશે. પરંતુ જો 1957થી 2009 સુધીનો ચિતાર જોવામાં આવે તો દરેક ચૂંટણીએ મતદાતાઓએ નવા ઉમેદવારને તક આપીને પોતાના વિસ્તારનો ચહેરો બદલાવવાનો પ્રયાસ કર્યો છે.

1991માં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા ચહેરા નરેશ કનોડિયાના ભાઇ મહેશ કનોડિયાને આ બેઠક પરથી ઉમેદવાર તરીકે ઉભા કર્યા હતા. ત્યારબાદ 1996, 1998માં તેઓ જ વિજેતા થયા હતા. જ્યારે 1999માં મહેશ કનોડિયાને પરાજય મળ્યો હતો અને તેમની સામે ઉભા રહેલા કોંગ્રેસના પ્રવિણ રાષ્ટ્રપાલ વિજેતા થયા હતા. 2004માં ફરી ભાજપ તો 2009માં ફરી કોંગ્રેસ વિજેતા થયું હતું.

2014માં અહીંની જનતા ભાજપને કે કોંગ્રેસને સાથ આપશે તે 16 મેના રોજ ખબર પડી જશે, છતાં પણ દેશમાં જે પ્રકારની મોદીની લહેર છવાઇ રહી છે તેના પરથી લાગી રહ્યું છેકે આ બેઠક પર પણ ભાજપ વિજયી થઇ શકે છે. છતાં અંતિમ નિર્ણય તો જનતાના મિજાજ પર આધાર રાખે છે. આ બેઠક સાથે જોડાયેલી અન્ય માહિતી માટે તસવીરો પર ક્લિક કરો.

પોરબંદરગાંધીનગરઅમદાવાદ પૂર્વજામનગરકચ્છમહેસાણાગુજરાતના ઉમેદવારો

ભાજપના ઉમેદવાર

ભાજપના ઉમેદવાર

ભાજપના ઉમેદવાર અંગે લિલાધર વાઘેલાએ કહ્યું કે, બેરોજગાર યુવાનોને નોકરી આપવા પ્રયાસ કરશે, કેન્દ્ર સરકારની જે યોજનાઓ અહીં અમલી નથી થઇ તે અમલી કરવામાં આવશે. રેલવે સેવા ઉભી કરવામાં આવશે. પાણી સંબંધિત સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.

કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસના ઉમેદવાર ભાવસિંહ રાઠોડે કહ્યું કે, પાણી સંબંધિત સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે. કોંગ્રેસ દ્વારા અહીં જે કાર્યો શરૂ કરવામાં આવ્યા છે, તેને પૂર્ણ કરવામાં આવશે.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર

આમ આદમી પાર્ટીના ઉમેદવાર

અતુલ પટેલે કહ્યું કે, ભ્રષ્ટાચાર સામે પગલા ભરશે, ખાસ કરીને શક્ષિણનું જે વ્યાપારિકરણ થઇ રહ્યું છે તેના વિશે. ગેરકાયદે દારૂની સપ્લાય સામે પગલાં ભરશે. મહિલાઓની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

કઇ જ્ઞાતિના કેટલા ઉમેદવાર

કઇ જ્ઞાતિના કેટલા ઉમેદવાર

આ લોકસભા બેઠકમાં 24 ટકા ઠાકોર, મુસ્લિમ અને ચૌધરી 8-10 ટકા, જ્યારે અહીં લેઉઆ અને કડવા પટેલની સંખ્યા ઓછી છે.

પાટણ બેઠક પર એક નજર

પાટણ બેઠક પર એક નજર

1957

અપક્ષઃ- મોતિસિંહ ઠાકોર-131802

કોંગ્રેસઃ- વિજયકુમાર ત્રિવેદી- 90458

તફાવતઃ- 41344

1962

કોંગ્રેસઃ-પુરુષોત્તમ પટેલ- 125797

સ્વતંત્રઃ- કાંતિપ્રસાદ યાજ્ઞિક- 57784

તફાવતઃ- 68013

1967

સ્વતંત્રઃ-ડીઆર પરમાર- 140754

કોંગ્રેસઃ- એસઆર સોલંકી-125753

તફાવતઃ- 15001

પાટણ બેઠક પર એક નજર

પાટણ બેઠક પર એક નજર

1971

એનસીઓઃ-ખેમચંદ ચાવડા- 138470

કોંગ્રેસઃ- ડાહ્યાભાઇ પરમાર- 84988

તફાવતઃ- 53482

1977

બીએલડીઃ-ખેમચંદ ચાવડા- 182973

કોંગ્રેસઃ- પુનમચંદ વણકર- 109407

તફાવતઃ- 73566

1980

કોંગ્રેસઃ-હિરાલાલ પરમાર- 123864

જનતાપાર્ટીઃ- ખેમચંદ ચાવડા- 121110

તફાવતઃ-2754

પાટણ બેઠક પર એક નજર

પાટણ બેઠક પર એક નજર

1984

કોંગ્રેસઃ-વણકર પુનમચંદ-183052

જનતાપાર્ટીઃ- ખેમચંદભાઇ ચાવડા-176265

તફાવતઃ- 6787

1989

જનતાદળઃ- ખેમચંદભાઇ ચાવડા-346562

કોંગ્રેસઃ- યોગેન્દ્ર મકવાણા-133508

તફાવતઃ- 213054

1991

ભાજપઃ-મહેશ કનોડિયા-204115

જનતાદળઃ- નરેન્દ્રકુમાર પરમાર-159606

તફાવતઃ- 44509

પાટણ બેઠક પર એક નજર

પાટણ બેઠક પર એક નજર

1996

ભાજપઃ-મહેશ કનોડિયા-180761

કોંગ્રેસઃ-પૂનમચંદ લેઉઆ- 91938

તફાવતઃ- 88823

1998

ભાજપઃ-મહેશ કનોડિયા-293800

AIRJP:- મહેન્દ્રકુમાર ચાવડા-164281

તફાવતઃ-129519

1999

કોંગ્રેસઃ-પ્રવિણ રાષ્ટ્રપાલ- 246798

ભાજપઃ- મહેશ કનોડિયા-229671

તફાવતઃ- 17127

પાટણ બેઠક પર એક નજર

પાટણ બેઠક પર એક નજર

2004

ભાજપઃ મહેશ કનોડિયા- 273970

કોંગ્રેસઃ- પ્રવિણ રાષ્ટ્રપાલ- 250346

તફાવતઃ- 23624

2009

કોંગ્રેસઃ- જગદીશ ઠાકોર-283778

ભાજપઃ-ભાવસિંહ રાઠોડ-265274

તફાવતઃ-18504

English summary
lok sabha election analysis of patan constituency
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more